Published By : Patel Shital
- જો કે દોષ નહી લાગે…
આજે તા. 5 મે ના રોજ રાત્રે 8.44 થી છાયા ચંદ્રગ્રહણ થનાર છે. 130 વર્ષ બાદ બુદ્ધ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણનો સમય વિગતવાર જોતા ગ્રહણનો સ્પર્શનો સમય 20 કલાક 44 મિનિટ 8 સેકન્ડનો છે જ્યારે ગ્રહણનો મધ્ય સમય 22 ક્લાક 52 મિનિટ 55 સેકન્ડ જ્યારે ગ્રહણ મોક્ષનો સમય રાત્રે 1.01 નો છે. આમ આ ચંદ્ર ગ્રહણ છેલ્લા 6 વર્ષમાં સૌથી લાંબુ ગ્રહણ છે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે તેમ છતાં તેનો દોષ લાગવાનો નહી હોવાથી પાળવાનો નથી. એમ શાસ્ત્રવિદોએ જણાવ્યુ હતુ.