Published by : Vanshika Gor
મોદી અટક પર ટિપ્પણી પર ઘેરાયાલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે. કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધી આજે તેમની લીગલ ટીમ સાથે સુરત આવી રહ્યા છે. ન્યાયિક પ્રક્રિયાને લઈને તેઓ સુરતની સેશન્સ કોર્ટમાં ચુકાદા સામે અપીલ કરવાના છે.
રાહુલ ગાંધી સુરતની કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી નહીં કરે. પરંતુ સુરતની સેસન્સ કોર્ટમાં અપીલ કરશે. તો એવી પણ અટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી સ્વયંમ જેલ જવાની તૈયારી દર્શાવી શકે છે. અંદાજિત એક વાગ્યાના આસપાસ રાહુલ ગાંધી દિલ્હી થી સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. રાહુલ ગાંધી સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ આવી શકે તેવી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે. ઉપરાંત લીગલ ટીમની સાથે સાથે CWC ની સમગ્ર ટીમ આજે સુરતમાં ધામા નાખી રહી છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના પીઢ નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલ પણ હાજર રહેશે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત,છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને સુખવિંદર સિંઘ સુખું પણ સુરત આવી રહ્યા છે.