- ગુજરાતમાં નાની ઉમરે હાર્ટ એટેકનાના બનાવો વધ્યા….
આજે તા 29 સપ્ટેમ્બરના દિવસને વિશ્વમાં હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. દિન પ્રતિદિન હાર્ટ એટેક કે હાર્ટની બીમારીથી વધુને વધુ મોત નીપજી રહયા છે. તેમાં પણ આ સંખ્યા ભારતમા ચિંતાજનક રીતે વધી રહી છે. અમેરિકા, જાપાન અને યુરોપના દેશો કરતાં ભારતમાં હાર્ટ એટેકથી મોત નિપજ્યા હોવાની ધટના વધુ બની રહી છે. જાણીતા કર્ડીઓલોજિસ્ટના જણાવ્યા અનુસાર જૉ ભારતીયો હાર્ટ અંગે પૂરતી કાળજી નહી રાખે તો આવનારા વર્ષોમાં વિશ્વમાં હાર્ટ એટેક થી મોતની સંખ્યામાં ભારત વિશ્વમાં ટોપ પર હશે જે ચિંતાજનક બાબત કહી શકાય. જ્યારે ગુજરાત નાં ખ્યાતિ પ્રાપ્ત તબીબ ડો શૈલેશ દેસાઈના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નાની ઉમરે હાર્ટ એટેક કે નસોના બ્લોકેજની બીમારીથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ગુજરાતમાં નાની ઉમરે હાર્ટના દર્દીઓ કેમ વધી રહ્યા છે તેના કારણો જોતાં જંક ફૂડ તેમજ કસરતનો અભાવ સાથે જ સતત તણાવ ભરેલ પરિસ્થિતી અને મોડી રાત્રી સુધી ઉજાગરાના પગલે ગુજરાતમાં નાની ઉમરે હાર્ટના રોગીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે જે ચિંતાજનક બાબત કહી શકાય.