Published By :- Bhavika Sasiya
વધુ પડતાં સોશીયલ મીડીયાના ઉપયોગ થી બાળકોમાં ઓટીઝમ જેવી બીમારીઓ લાગુ પડી શકે છે.
મોબાઇલ અને સોશિયલ મીડિયા હંમેશા બેધારી તલવાર સમાન હોય છે, જેનો વધુ પડતો ઉપયોગ ખૂબ જ હાનિકારક પુરવાર થાય છે. બાળક ખૂબ જ નાનું હોય ત્યારથી જ સોશિયલ મીડિયાનું વ્યસન લગાવી દેવાથી તેને ઓટિઝમ થવાનું જોખમ રહેતું હોવાનો ડોક્ટરોએ જણાવ્યુ છે. ભારતમાં ૧૦ થી ઓછી વયના સરેરાશ ૧૦૦ માંથી ૧ બાળકને ઓટિઝમની સમસ્યા હોય છે. ત્યારે ઓટિઝમનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય છે. ડોક્ટરોના મતે બાળક ખૂબ જ નાનું હોય અને બોલવાનું શીખી રહ્યું હોય ત્યારે તેને મોબાઇલ ઓછો આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
ઓટિઝમ વિશે લોકોમાં જાગૃતિ આવે માટે દર વર્ષે બીજી એપ્રિલની ઉજવણી ‘વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ‘તરીકે કરવામાં આવે છે. તેની સૌ પ્રથમ ઉજવણી ૨૦૦૮ માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે. આધુનિક વિજ્ઞાાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઇલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી)પણ સામેલ છે. ઓટિઝમ મુખ્યત્વે સામાજિક વાતચીત અને સંવાદ, જુદી જુદી ચીજોમાં ઓછો રસ પડવો તથા પુનરાવતત વર્તણૂકને આધારે ઓળખી શકાય છે. જે દૈનિક જીવનને અસર કરે છે.ઓટિઝમની સારવારમાં સમગ્ર એશિયામાં ભારત હબ બની ગયું છે. સમગ્ર વિશ્વમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં અનેક માતા-પિતા બાળકના ઓટિઝમની સારવાર માટે ભારત આવી રહ્યા છે. હોમિયોપેથી સારવાર લક્ષણો ઉપરથી આપવામાં આવે તો બાળકની વર્તુણક બોલવાનું અને નજરથી નજર મેળવવાનું પહેલા ૧૨૦ દિવસની સારવારથી આવવા લાગે છે.
ઓટિઝમ ગ્રસ્ત બાળકના વાળ, લોહી, અને પેશાબનો રિપોર્ટ કરવામાં આવે તો તેમાં મોટા પ્રમાણમાં સીસુ, પારો, કેડમીયમ અને અન્ય ભારે ધાતુ શરીરમાં પ્રસરેલા જોવા મળે છે, હોમીયોપેથીક સારવારથી આ હેવી મેટલનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઓટીસ્ટીક બાળકોમાં ફંગસ તેમજ પાચનક્રિયાની તકલીફ જોવા મળે છે તો ઉપરોક્ત ફંગસ ને નાબુદ કરવા તેમજ પાચનક્રિયા સારી રીતે થાય તેના માટે હોમિયોપેથીક દવા સાથે દૂધ અને તેની બનાવટ અને ઘઉં અને તેની બનાવટ આવા બાળકોને બંધ કરવાથી તેની ઉપરોક્ત બીમારીમાં ફાયદો જોવા મળે છે, વધારે પડતો ગળ્યો ખોરાક ઓટીઝમ ગ્રસ્ત બાળકને નુકસાનકારક છે.