Published by : Rana Kajal
આજે તા12 જાન્યુઆરીના દિવસ એટલે કે સ્વામી વિવેકાનંદ જયંતિનાં દિવસને વિશ્વ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં યુવાઓની પરિસ્થિતી અંગે ખાસ સર્વે કરવામા આવ્યો હતો.
દર વર્ષે ભારત દેશ 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવે છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોના મનને આકાર આપવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં પરિવર્તિત કરવાનો છે, અને તે સામાજિક એકતા તેમજ સાંસ્કૃતિક એકીકરણની સૌથી મોટી કવાયત છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ સંસ્કૃતિઓને સાથે લાવવા અને તેમને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંયુક્ત દોરમાં એકીકૃત કરવાનો છે. આજે પણ દેશના લાખો યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પ્રેરણારૂપ છે અને ભારતીય ઇતિહાસના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા. દર વર્ષે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો, સામાજિક સંસ્થાઓ અને રામકૃષ્ણ મિશનના અનુયાયીઓ દ્વારા વિવેકાનંદ જયંતિ ખૂબ જ સન્માન સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે કર્ણાટકમાં ‘વિકસિત યુવા વિકસિત ભારત’ની થીમ પર યુવા મહોત્સવ ઉજવાય રહ્યો છે.
વિશ્વભરમાં ભારત એક યુવા દેશ તરીકે જાણીતો છે. દુનિયાની સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ ભારત છે. વર્ષ 2021માં યુનાઈટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના આંકડા પ્રમાણે પુરી દુનિયામાં 121 કરોડની યુવા વસ્તીનો લગભગ 21 ટકા ભાગ માત્ર ભારતમાં છે. જોકે 2022ના સરકારી આંકડાઓ પ્રમાણે 27 ટકાથી વધુ દેશની વસ્તી યુવા છે. એટલે જ આજે રાષ્ટ્રીય યુવા દિવસ પર વિકસિત યુવા વિકસિત ભારતની થીમ પર સમગ્ર દેશ યુવા મહોત્સવ મનાવી રહ્યો છે. WHOના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત બિમારીઓ સામે લડવામાં સક્ષમ છે. કારણ કે ભારતમાં રોગના પ્રકાર બદલાયા છે. પરંતુ, ઈન્ડિયા હેલ્થ સિસ્ટમ રિવ્યૂના રિપોર્ટને આધારે ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા ભારતીયોની સરેરાશ ઉંમરથી નોંધાઈ છે. ભારતે આરોગ્ય ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે અને હજુ પણ ઘણું કરવાનું બાકી છે ત્યારે યુવાધન ધરાવતો ભારત દેશ આજે દરેક ક્ષેત્રમાં વિકાસવામાં પ્રયાસ કરી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ પણ યુવા શક્તિને નવા ભારતનો આધારસ્તંભ ગણાવ્યો છે. કારણ કે ભારતનો વિકાસ દર વિશ્વની 13 મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પરંતુ, આગામી કેટલાક વર્ષોમાં ભારત યુવા દેશનું બિરુદ ગુમાવી શકે છે. જેની શરૂઆત બે વર્ષ પહેલા થઈ ચુકી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન ઓન યુથ ઈન ઈન્ડિયા 2022ના રિપોર્ટ અનુસાર દેશમાં યુવાનોની વસ્તી ઘટી રહી છે. તે જ સમયે, વડીલોની સંખ્યા ઝડપથી વધી રહી છે. રિપોર્ટ અનુસાર 14 વર્ષ બાદ આ સ્થિતિ વધુ ભયાનક બનવા જઈ રહી છે. જોકે વર્ષ 1970માં જ્યાં લોકો 47 વર્ષ જીવતા હતા. હવે, ભારતીયની સરેરાશ ઉંમર વધીને 70 વર્ષ થઈ ગઈ છે. જોકે શ્રીલંકામાં સરેરાશ ઉંમર 74 વર્ષ છે અને ચીનમાં સરેરાશ ઉંમર 75 વર્ષ છે.