Published By:-Bhavika Sasiya
- આજે વિશ્વ સાપ દિવસ છે મોટે ભાગે સાપ બિનઝેરી હોય છે પરંતું સર્પદંશના આઘાતના કારણે લોકોના મોત વધુ થતા હોય છે.
આજે તા.16 જુલાઈએ વિશ્વ સાપ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 1970માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે વર્ષ 1967 માં, ટેક્સાસમાં સેમ્પો માટે એક ફર્મ શરૂ થઈ, જે ધીમે ધીમે 1970 સુધી ખૂબ પ્રખ્યાત થઈ હતી. જૉકે સાપને ભારતમાં દેવતા તરીકે ગણવામાં આવે છે. તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ ભારત સહિત દુનિયામાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. સાપ ખૂબ જ મહત્વપૂર્ણ જીવ છે અને પર્યાવરણ માટે ખૂબ મહત્વ ધરાવે છે. પરંતુ લોકો આના વિશે વધુ ડરતા હોય છે અને આ પ્રાણી વિશે ઘણી દંતકથાઓ પણ બનાવવામાં આવી છે.
એવુ માનવામાં આવે છે કે ખેતરોમાં સાપ મળવો એ સારી બાબત છે. સાપ ખેતરમાં રહેલા જંતુઓને ખાય છે જે જંતુ પાકને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, સાપ ઉંદરોને પણ ખાય છે, જે અનાજના ખૂબ જ શક્તિશાળી દુશ્મન માનવામાં આવે છે.