બે મહિના અગાઉ સોનાનો ભાવ 45 હજાર હતો તે લગ્નસરાની મોસમ શરૂ થતા જ ભાવ આસમાને પહોંચ્યો હતો. પરંતુ હવે લગ્નસરાની મોસમ ધીમે ધીમે ઓછી થતા સોનાના ભાવમાં ઘટાડો થવા માંડ્યો છે. ગુજરાતમાં બજેટ બાદ શેરબજાર ઉંચકાયુ હતું. તો સોના-ચાંદી ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. બજેટમાં સોના-ચાંદી પર કસ્ટડી ડ્યૂટી વધારવાની જાહેરાત કરાયા બાદ સોનાનો ભાવ 60 હજારને પાર પહોંચ્યો હતો. તો આજરોજ એકાએક સોનાના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનાનો ભાવ 58,800 રૂપિયા થયો છે. તો ચાંદીના ભાવમાં 2700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ રૂપિયા 69,300 પર પહોંચ્યો છે. ભરૂચમાં હાલ સોનાનો ભાવ 51,600 પર પહોંચ્યો છે. તો ચાંદીનો ભાવ 67,500 પહોંચ્યો છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળી છે.