Published By:-Bhavika Sasiya
- આજના સમયમાં સૌ અને ખાસ કરીને મહિલાઓ ચિંતાનો અને કેટલીક વાર ડિપ્રેશનનો શિકાર બની રહી છે તેનું મુખ્ય કારણ મી ટાઈમ નો અભાવ છે…
- વ્યક્તિનો પોતાની જાત માટેનો સમય કાઢવો અનિવાર્ય છે. આનો અર્થ એ નથી કે વ્યક્તિએ ઘર છોડવું પડશે…
- મી ટાઈમ ન મળવાને લીધે 55.65% મહિલાઓ તણાવમાં…
“એકલા રહેવું અને એકલતા ન અનુભવવી એ એક કળા છે જે દરેકને શીખવાની જરૂર છે.” આજે બાળકથી લઈને વૃદ્ધો બધા જ કોઇને કોઈ બાબત માટે દોડી રહ્યા છે. કોઈ પોતાના ભણતરમાં તો કોઈ પોતે પૈસા કમાવવામાં તો કોઈ નામ બનાવવામાં તો કોઈ સંબંધો સાચવવામાં મોટા ભાગના લોકો પોતાનો સમય આ બધી બાબતોમાં જ ઉપયોગ કરે છે અને આ દરમિયાન વ્યક્તિ પોતે પોતાના આનંદ માટે સમય આપતા ભૂલી જાય છે જેને આપણે ‘મી ટાઈમ’ કહીએ છીએ. જેના વીશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં મી ટાઈમ અંગેની અગત્યતા સુચવતો એક લેખ તૈયાર કર્યો છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/08/1685661621.jpg)
‘મી ટાઈમ’નો અર્થ એ નથી કે એકલા સમય વિતાવવો, કેટલીકવાર, તેનો અર્થ એવો પણ થાય છે કે એકાંતમાં મળતી શાંતિ અનુભવવા સમય વિતાવવો અને પોતાના વ્યક્તિગત આત્માને પોષવું અને પોતાને આંનંદ આપતી પ્રવૃત્તિ કરવી. આનો અર્થ એ નથી કે વ્યક્તિએ ઘર છોડવું પડશે અને ક્યાંક જવું પડશે – ટેબલ પર બેસીને એક કપ કોફી પીને જાતને સમય આપી શકાય અથવા પુસ્તક વાંચી શકાય. આરામની આ નાની ક્ષણો વ્યક્તિને આરામ કરવામાં અને તાજગીમાં પાછા આવવામાં મદદ કરશે. સંશોધન દર્શાવે છે કે એકલા સમય પસાર કરવાનું પસંદ કરવાથી વ્યક્તિમાં આત્મસન્માન, સ્વતંત્રતા, સર્જનાત્મકતા, આત્મીયતા અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવામાં મદદ કરી શકે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/08/csm_me-time-zeit-fuer-mich_c4a85868bc.jpg)
કાઉન્સેલિંગમાં આવતા કિસ્સાઓ પરથી જાણવા મળ્યું કે અંદાજીત 71.12% લોકો પોતાને સમય ફાળવવા ઈચ્છે છે પણ જવાબદારીઓને કારણે નથી ફાળવી શકતા. મી ટાઈમ ન મળવાને લીધે 55.65% મહિલાઓ તણાવ, 77.34% મહિલાઓ ચિંતા, 51.12% મહિલાઓ આક્રમકતા અને 32.12% મહિલાઓ ડિપ્રેશન અનુભવે છે.
સામાન્ય રીતે કહી શકાય કે આપણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય થવા માટે થોડો સમય કાઢીને પોતાના આનંદ માટે જે સભાન પ્રયાસ કરીએ છીએ તે મી ટાઈમ છે. તેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે અને જે વ્યક્તિગત રીતે અલગ અલગ હોય શકે છે. મૂળભૂત રીતે, વ્યક્તિ પોતાના માટે અને ફક્ત પોતાના માટે જ સમય ફાળવે છે. તે આ ઓછા સમયમાં પોતાનું ગમતું કામ કરે છે. પુસ્તક વાંચવું, સંગીત સાંભળવું અને તેના પર નૃત્ય કરવું, સ્વાદિષ્ટ ભોજન બનાવવું, તાજી હવામાં ફરવા જવું વગેરે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના વિચારો સાથે એકલા હોય અને માઇન્ડકુલ રહે, તે જ મી ટાઈમનું મહત્વ છે.
એકંદર સુખાકારીને જાળવવા માટે સ્વ-સંભાળ માટે થોડો “મી ટાઈમ” કાઢવો જરૂરી છે. મનોવૈજ્ઞાનિકોએ દર્શાવ્યું છે કે થોડો સમય એકલો ગળવાથી આપણા મગજને રીબૂટ કરવામાં મદદ મળે છે, લાંબા ગાળે આપણી એકાગ્રતા અને કાર્યમાં સુધારો થાય છે. જેથી બાળક શાળામાં તથા અન્ય કોઈ વ્યક્તિ પોતાની નોકરી કે વ્યવસાયમાં તથા અન્ય સંબંધોમાં સારી રીતે સમાયોજન સાધી શકે છે અને પોતાના જીવનમાં સુખ શાંતિથી રહી શકે છે.
મી ટાઈમ ના કારણે.
- વ્યક્તિ પોતાની જાત ને ઓળખી શકે છે.
- વ્યક્તિ સર્જનાત્મક બને છે.
- અન્ય પરની આધારિતતા ઘટે છે.
- સ્વસ્થ જીવન બનાવવામાં મદદરૂપ થાય છે.
- વ્યક્તિગત વિકાસ કરવામાં મદદરૂપ
- આધ્યાત્મિક વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
- વ્યક્તિ પોતાનું મહત્વ સમજી શકે છે.
- આત્મનિયંત્રણમાં વધારો થઈ શકે છે.
- મી ટાઈમ અને માનસિક સ્વાસ્થ્ય
લોકો સામાજિક જીવો બનવાનું વલણ ધરાવે છે, અને સંશોધન દર્શાવે છે કે સામાજિક જોડાણો ભાવનાત્મક અને શારીરિક સુખાકારી બંને માટે મહત્વપૂર્ણ છે પરંતુ ઘણી વખત સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ સંઘર્ષ અનુભવે છે જેના માટે મી ટાઈમ જરૂરી બની રહે છે ઘણી વખત મી ટાઈમ માટે આપણે એકલો સમય, જેને કેટલીકવાર ખાનગી સમય અથવા એકાંત સમય કહેવામાં આવે છે અને તેનો સીધો અર્થ થાય છે કે તમારી જાતે સમય પસાર કરવો જે માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક ભૂમિકા ભજવે છે.
- મી ટાઈમ અને શારીરિક સ્વાસ્થ્ય
એવા પુષ્કળ પુરાવાઓ છે જે દર્શાવે છે કે એકલતાના સ્વાસ્થ્યને નુકસાનકારક પરિણામો આવી શકે છે. તે બ્લડ પ્રેશર, ઝડપી જ્ઞાનાત્મક ઘટાડો, સામાજિક અસ્વસ્થતા અને અલ્ઝાઈમર રોગના વધતા જોખમ સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત ડિપ્રેશન, ચિંતા, સ્થૂળતા અને વહેલું મૃત્યુનું જોખમ સહિત, એકલતા નકારાત્મક સ્વાસ્થ્ય પરિણામોની સાથે જોડાયેલ છે. પરંતુ એ યાદ રાખવું અગત્યનું છે કે એકલા રહેવું એ એકાંત સમાન નથી. જ્યાં એકલતા સાથે સંકળાયેલ નકારાત્મક લાગણીઓ જોડાયેલી હોય છે, જ્યારે એકાંતમાં સ્વતંત્રતા, પ્રેરણા, સર્જનાત્મકતા આનંદ વગેરે જોવા મળે છે.