Published by : Rana Kajal
ઘણા દેશોના પ્રતિનિધિઓ સામે આતંકવાદીઓના એરિયલ પ્લેટફોર્મ (ડ્રોન)ના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે.સંયુક્ત રાષ્ટ્ર પરિષદના દેશો વચ્ચે કાઉન્ટર ટેરરિઝમ કમિટી (CTC) કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ ભારતે આતંકવાદ પર પોતાની સ્થિતિ ખુબ તીક્ષ્ણ રાખી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે ઘણા દેશોના પ્રતિનિધિઓ સામે આતંકવાદીઓના એરિયલ પ્લેટફોર્મ (ડ્રોન)ના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ માનવરહિત એરિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે, જે સમગ્ર વિશ્વની સરકારો માટે મોટો પડકાર બની ગયો છે.
ટીસીની આ બેઠક તા 28 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભારત તરફથી મુંબઈના 26/11 હુમલાને પણ યાદ કરવામાં આવ્યો હતો. , એસ જયશંકરે કહ્યું, “આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોની ટૂલકીટમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહત્વપૂર્ણ સાધનો તરીકે ઉભરી આવ્યા છે.” હુમલાખોરોએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમની ક્ષમતાઓમાં વધારો કર્યો છે. એમ પણ તેમણે જણાવ્યું હતું