Published by : Rana Kajal
તાજેતરમાં જમ્મુ – કાશ્મીરના પુંચમાં સેનાની બસ પર આતંકી હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પાંચ જવાનો શહીદ થયા હતા. તા. 20 એપ્રિલના રોજ જમ્મુ – કાશ્મીરની પુંચ વિસ્તારમાં સેનાની ટ્રક પર હુમલો થતાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ બનાવની તપાસ નેશનલ સિકયુરિટી ગાર્ડ (NSG) અને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) કરી રહીં છે. આ બનાવમાંં આતંકવાદીઓ સેનાના શસ્ત્રો પણ સાથે લઈ ગયા હતા. ઈફ્તારપાર્ટી અંગે જતા જવાનોની ટ્રકને ટારગેટ કરવામાં આવી હતી. આમતો હાલના દિવસોમાં જ્યાં આ બનાવ બન્યો તે પુંચ વિસ્તારને અન્ય વિસ્તારો કરતા આતંકવાદની દ્રષ્ટિ એ સુરક્ષિત માનવામાં આવે છે તેમ છતાં આ બનાવ બન્યો હતો. સૌથી નોધપાત્ર બાબત તો એ છે કે આ હુમલાના બનાવમાં આતંકવાદીઓએ જે ગોળીનો ફાયરિંગમાં ઉપયોગ કર્યો હતો તે જોઈ તપાસ કરનાર એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. તેનું કારણ માત્રએ છે કે આતંકવાદીઓએ આ બનાવમાં સ્ટીલની ગોળીનો ઉપયોગ કર્યો હતો. આ ગોળી સ્ટીલના બખ્તર પણ ભેદવામા સક્ષમ હોય છે. આતંકવાદીઓને આવી સ્ટીલની ગોળીઓ સપ્લાય કરનાર કોણ છે તેની તપાસ હાલ એજન્સી કરી રહી છે.