Published by : Rana Kajal
- દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલ અને અન્ય 10 આતંકવાદીઓ સામે ચાર્જશીટ તૈયાર કરી હતી…
આતંકવાદી યાસીન ભટકલ અને અન્ય એ ભારત સામે કાવતરા ઘડવા ઉપરાંત તેઓએ સુરતમાં અણુબોમ્બના ધડાકા કરવાની પણ યોજના બનાવી હતી. એટલુ જ નહી પરંતુ આવા ધડાકા પહેલા મુસ્લિમોને સલામત સ્થળે ખસેડવાની પણ યોજના હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. આ ખુંખાર આતંકવાદીઓ નેટવર્ક ધરાવતા હતા. ચાર્જસીટમાં મોહંમદ દાનિશ અંસારી અને તેના સાથીદારોનો પણ સમાવેશ થાય છે આ આતંકવાદીઓનો મુખ્ય આશય બાબરી ધ્વંશ અને 2002નાં ગુજરાત રમખાણોનો બદલો લેવાનું હોવાનું પણ જણાયું છે.