Home News Update Nation Update આતંકવાદી સુમેરાબાનુ એ ભાજપના અને RSSના કાર્યાલયની રેકી. કરી હોવાની કબૂલાત…

આતંકવાદી સુમેરાબાનુ એ ભાજપના અને RSSના કાર્યાલયની રેકી. કરી હોવાની કબૂલાત…

0

Published by : Rana Kajal

  • સુરતની ફેમિલી કોર્ટ સહિત કમલમની કરી હતી રેકી…

આતંકવાદી સુમેરા બીબી એ કબૂલાત કરી છે કે તેણે ભાજપના કમલમ સહીત મહત્વના સ્થાનો ની રેકી કરી હતી આ કબૂલાત બાદ ખળભળાટ મચી ગયો છે…હાલમાંજ સુરતમાંથી પકડાયેલ આતંકવાદી સુમેરાબાનુએ ગુજરાત ATS સામે વિવિઘ કબુલાત કરી છે. સુરતમાં સુમેરાબાનું પોતાના ફેમિલી કોર્ટના કેસ દરમિયાન કોર્ટની રેકી કરતી હોવાનું સામે આવ્યુ છે. તેમજ આદેશ મળતાની સાથે જ ફિદાઇન હુમલો કરવા તૈયાર કરી હતી. સુરત કોર્ટની સુરક્ષા, જજ અને વકીલોની અવરજવર પર પણ રેકી રાખી નજર રાખી હતી. તે સાથે સુમેરાબાનુ ગાંધીનગર સ્થિત ભાજપના કમલમની પણ રેકી કરી હતી. જોકે તે પહેલા આદેશ મળે તો ફિદાઈન હુમલો કરવા તૈયાર હતી. પોરબંદર પકડાયેલા ત્રણ આતંકવાદીઓ અફઘાનિસ્તાન પહોંચે ત્યાર બાદ તેણે પણ અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી હતી.ગુજરાત ATSએ રથયાત્રા પહેલા જ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચની અટકાયત કરી હતી. જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. ISIS સાથે સંકળાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટે ચાર આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્ય હતા.

ATSએ આરોપીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે આ ત્રણેય યુવકો અબુ હમઝા નામના હેન્ડલ મારફતે કટ્ટરવાદી બન્યા હતા અને ત્યારબાદ તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિઝનમાં જોડાયા હતા. વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સુરતના સૈયદપુરામાં રહેતી સુમેરાબાનુ નામની મહિલા પણ તેમના મોડ્યુલમાં સામેલ છે. તેથી ગુજરાત ATSએ સુરત ક્રાઇમ બ્રાંચની મદદથી સુમેરાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસને સુમેરાના ઘરેથી વોઇસ ઓફ ખુરાસાન નામનું પ્રકાશન પણ મળી આવ્યું હતું. નોંધવું રહ્યું કે સુમેરાની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તે ISISના હેન્ડલરના સંપર્કમાં હતી. એટલું જ નહિં કાશ્મીરના ઝુબેર મુનશી સાથે ગાઢ સંબંધો ધરાવે છે. એટલું જ નહિં વધુ ખુલાસો થયો છે કે સુમેરા ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી પણ કરી હતી. તો આરોપીઓ પાસેથી પોલીસને કેટલાક મહત્વના ડિજિટલ ડિવાઇઝ મળી આવ્યા છે. જેમાં લેપટોપ અને મોબાઇલનો પણ સમાવેશ થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version