Published by : Rana Kajal
- દેડિયાપાડાના કનબુડી, કણજીવાંદરી અને ડુમખલ ગામના સસ્તા અનાજના નબીરાઓને આવનાર દિવસમાં બંધ કરી દઈશું : સાંસદ
- ગામલોકો રજુઆત કરે તો તમે આદિવાસીઓ તમારે શું જેવું હોય એવું ખાઈ લેવાનું, દુકાન સંચાલક આપે છે ધમકી
આદિવાસીઓને મળે છે સડેલું અને જીવડવાળું અનાજ, રજુઆત કરે છે તો સસ્તા અનાજની દુકાનના સંચાલકો તમે આદિવાસીઓ તમારે શું જેવું મળે એવું ખાઈ લેવાનું કહી અપાઈ છે ધમકી.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કણજીવાંદરી, કનબુડી અને ડુમખલ ગામમાં સરકારી અનાજ જે રેશનકાર્ડમાં આપવામાં આવે છે. જે જીવડાવાળું અને સડેલું આપવામાં આવતું હોવાનું ગ્રામજનોએ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરી છે.

સાંસદ પણ સડેલું અને જીવડાવાળું અનાજ જોઈ રોષે ભરાયા છે. તાત્કાલિક જિલ્લાના નાયબ કલેકટરને ફોન કરી આ બાબતે તાત્કાલિક તપાસ કરવા માટે ની સૂચના આપી છે.
દેડિયાપાડા ખાતે લાભાર્થી સંમેલન હતું. જે કાર્યકમ પૂર્ણ થતાં કણજીવાંદરી ગામના 20 થી 22 લોકો સાંસદ મનસુખ વસાવાને પોતાની સાથે લઈ આવેલ સસ્તા અનાજ બતાવી ફરિયાદ કરી હતી.
ઘઉં બતાવતા જણાવ્યું કે, ઘણા સમયથી આ ગામના સસ્તા અનાજના દુકાનદાર અલતાફ ખત્રી કરીને છે જે આવું સડેલું અનાજ આપે છે. જેને ગ્રામજનો રજુઆત કરવા જાય છે, તો ગમે તેમ બોલે છે અને ગાળો આપે છે.
ગ્રામજનોએ અનેક વાર પુરવઠા ખાતામાં પણ ફરિયાદ કરી છે પરંતુ જેનું કોઈ નિરાકરણ ન આવતા આખરે સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરવા આવી પહોંચ્યા હતા.
સાંસદે પણ ગંભીરતા લઈ તાત્કાલિક આ બાબતે તપાસ કરવા જિલ્લા નાયબ કલેકટરને સૂચના આપી હતી. સાંસદે સ્વિકાર કર્યો હતો કે કનબુડી, ડુમખલ અને કણજી વાંદરી ગામે 3 નબીરાઓ આવા છે. જેમને બંધ કરાવી દેવામાં આવશે. સડેલા અનાજ સાથે ધમકીઓ પણ આપે છે.
ગામજનોના કહેવા મુજબ આવું જીવડાં વાળું અને સડેલું અનાજ વારંવાર આપવામાં આવે છે. બીજી બાજુ સરકાર તો સારું અનાજ આપે છે તો આ અનાજ ગામમાં આવતા કેવી રીતે સડી જાય છે એ પણ એક જાણવા જેવું છે.