- પાંચ ગામના 200 પરિવારોને આવરી લેવાયા, નાના ખેડૂતો, બે પશુ ધરાવતા પાલકો 5 હજાર ભરી લઈ શકશે લાભ
- ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અંતરિયાળ વિસ્તારમાં યોજના લાગુ
- લાંબા સમય સુધી નિશુલ્ક કુદરતી ગેસ મળશે અને સ્લરીનો ઉપયોગ પણ ઓર્ગેનિક ખાતરમાં થશે
ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ યોજના શરૂ કરાઈ છે. અંતરિયાળ વિસ્તારમાં વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો એક સ્ત્રોત ઉભો કરવા તંત્રએ અનોખો પ્રયાસ આદર્યો છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નિ :શુલ્ક સ્વચ્છ અને ધુમાડાં રહિત વાતાવરણ માટે ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ યોજના એક મહત્વની યોજના છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારના પશુ-છાણ તથા જૈવિક કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો એક સ્ત્રોત ઉદેશ્ય સર કરવાનું યોજનાનો મહત્વનો ઉદેશ્ય છે.

ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત 200 જેટલા લાભાર્થીઓને લાભ મળી રહે એવાં ઉમદા આશયથી ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓએ શરૂઆત કરી છે.
અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આ પાયલોટ પ્રોજેકટ હેઠળ 5 ગામોમાં આવરી લેવામાં આવ્યા છે. આ યોજના થકી રાંધણ ગેસ માટે આત્મનિર્ભર ખેડૂતો બની રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અરેઠી ગામે ગોબરધન પ્લાન્ટના ઇન્સ્ટોલેશનની કામગીરી જિલ્લા કો ઓડીનેટર અને આઇ.ઈ.સી કન્સનટન બી.સી અને સી.સી તેમજ એન્જિનિયર સુપરવાઇઝર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઇન્સ્ટોલેશનની કામગીરી બાદ લાભાર્થી ભાઈ – બહેનો એ પ્લાન્ટને કુમકુમ તિલક કર્યા હતા.

ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ દ્વારા લાંબા સમય સુધી નિશુલ્ક કુદરતી ગેસ મળી રહેશે. અને સ્લરીનો ઉપયોગ પણ ઓર્ગેનિક ખાતર તરીકે કરવામાં આવશે. જેની શરૂઆત જિલ્લા ગામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને સીધો લાભ મળે છે. દૂધ ભરતા સભાસદોને પૂરેપૂરો લાભ મળી રહે એવા આશયથી આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવા પ્લાનથી ખેડૂતની ખેતીની જમીનની ફળદ્રુપતા પણ વધે એમ છે અને એમાં ખેડૂતોને કુદરતી ગેસ સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે. આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનિક ખાતર તરીકે ખેતીનો ઉપયોગ કરી શકાય તેમ છે. સ્લરીનો એક લિટર દીઠ સારામાં સારો ભાવ પણ મળી રહેશે અને એનું વેચાણ પણ કરી શકાય.
કલ્સ્ટર આધારિત બાયોગેસ પ્રોજેક્ટ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાના સિમાંત ખેડૂતો, પશુપાલકો કે જેઓ 2 થી વધુ પશુઓ ધરાવતા હોય, પોતાની માલિકીની જમીનમાં 80 સ્કવેર ફૂટ જગ્યા હોય અને 5000 લોક ફાળો ભરવા તૈયાર હોય તેવા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકશે.