Published by : Vanshika Gor
આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી જેને લંબાવીને એક વર્ષનો કરવામાં આવ્યો છે. હવે આધાર અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માંગતા લોકોને વધારે સમય મળી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. સરકારે લોકોની જરૂરિયાતને ઘ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગેજેટમાં આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા 1 એપ્રિલ, 2023 થી વધારીને 31 માર્ચ, 2024 કરી છે. આ અંગેની સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી.

પાન કાર્ડ અને આધાર કાર્ડની સમયમર્યાદા વધારવાને લઇ કોઈ જાહેરાત નથી કરવામાં આવી નાતી આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાન કાર્ડ અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે.અને 1000 રૂપિયા માટે દંડની જોગવાઈ પણ સરકારે જાહેર કરી છે.