Published by : Rana Kajal
તાજેતરમાં સુપ્રિમ કોર્ટ ઍક ચુકાદા દરમીયાન ઍવુ જણાવ્યુ હતુ કે દરેક બાબતમાં આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવતા વ્યક્તિની અંગત જીવનની મહત્વની બાબતો સાર્વજનીક થઈ શકે છે. તેથીજ સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે કેટલીક બાબતો માટે આધાર કાર્ડની જરૂર નથી.હાલના સમયમાં આધાર કાર્ડ ન હોયતો લોકોનાં મહત્વના કામો અટકી પડે છે. સાથેજ આધાર કાર્ડની ઝેરોક્ષ કોઇ કામ માટે આપવામા આવી હોય અને તે ઝેરોક્ષ કોઇ અસામાજિક તત્વો પાસે જતી રહેતા ગુનાઓ પણ બન્યા છે. જેની ફરીયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં પણ નોધાઇ છે આ બધા કારણોસર હવે સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડની અનિવાર્યતા 6થી 14 વર્ષના બાળકોના શાળા પ્રવેશ માટે રદ કરી છે જે અંગે સુપ્રીમ કોર્ટ જણાવ્યુ કે સર્વ શિક્ષા અભિયાનનો લાભ અટકવો ન જોઈએ.આ ઉપરાંત મોબાઈલ નબર આધાર કાર્ડ સાથે લીક હોય તે જરુરી નથી. બેંકના દરેક કામકાજ અંગે પણ આધાર કાર્ડ જરૂરી નથી. સાથેજ ખાનગી કંપનીઓ પણ કર્મચારીઓ પાસે ફરજિયાત પણે આધાર કાર્ડની ઝેરોક્ષ માંગી શકે નહીં. આવી સુપ્રિમ કોર્ટની આધાર કાર્ડ અંગેની ગાઈડ લાઈનનો અસરકારક અમલ થાય તે જરુરી છે.