Published by : Rana Kajal
ભારત દેશના આધાર કાર્ડ ધરાવનારાઓને આગામી દિવસોમાં વધુ સગવડ અને સવલત મળશે તેવા સંકેત મળી રહ્યા છે.યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી લઈને આધાર ચેટબોટ લોન્ચ કર્યું છે. આધાર મિત્ર નામથી જારી આ ચેટબોટ દ્વારા ગ્રાહક તેના આધાર સાથે જોડાયેલી દરેક જાણકારી તાત્કાલિક મેળવી શકશે. આમાં આધાર પીવીસી સ્ટેટસ, રજિસ્ટ્રેશન અને ફરિયાદોને ટ્રેક કરવા અને તેની રિયલ ટાઈમ સાથે જોડાયેલી જાણકારી લઈ શકાશે.UIDAI એ એક સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું કે, ભારતીય નાગરિકો સાથે જોડાવા માટે એઆઈ અને મશીન લર્નિંગ આધારિક ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે લોકો પીવીસી કાર્ડ સ્ટેટસ, રજિસ્ટ્રેશન અને ફરિયાદોને સરળતાથી ટ્રેક કરી શકશે. આધાર મિત્રનો ઉપયોગ તમેhttps://uidai.gov.in/en આ લિંકથી કરી શકો છો.
આ ઉપરાંત UIDAI એ ટ્વીટમાં ક્યૂઆર કોડ પણ જારી કર્યો છે, જેને સ્કેન કરીને તમે સીધા આધાર મિત્રના ચેટબોટ સુધી પહોંચી શકો છો.સૂચના તેમજ ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે, હવે UIDAIની પાસે ફરિયાદ નિવારણનું સારું ટૂલ હશે. તે UIDAI હેડક્વાટર અને પ્રાદેશિક કાર્યાલયો, ટેકનિકલ કેન્દ્રોની સાથે તમામ ભાગીદારો પાસે પણ સીધું જોડાયેલું હશે. આધાર દ્વારા ન માત્ર જીવન સુગમતા વઘી છે. પણ કારોબાર સુગમતા એટલે કે વેપાર કરવાની સરળતામાં પણ સુધારો થયો છે.UIDAI ના નવા ચેટબોટ આધાર મિત્રના યૂઝર ઘણી જાણકારીઓ તાત્કાલિક પ્રાપ્ત કરી શકશે. આમાં આધાર કેન્દ્રનું સ્થળ, એનરોલમેન્ટ કે અપડેટનું સ્ટેટસ અને વેરિફિકેશન, પીવીસી કાર્ડ ઓર્ડર સ્ટેટસ, ફરિયાદ કરવા અને તેનું સ્ટેટસ જાણવા, એનરોલમેન્ટ સેન્ટરનું સ્થળષ અપોઈન્ટમેન્ટ બુકિંગ અને વીડિયો ફ્રેમ ઈન્ટીગ્રેશન જેવી જાણકારીઓ મળી શકશે. આ ચેટબોટ તમને ટેક્સ્ટ મેસેજની સાથે વીડિયો દ્વારા જાણકારી આપશે. તેને આધારની લેટેસ્ટ જાણકારીના હિસાબથી સમય-સમય પર અપડેટ કરવામાં આવશે. આધાર-મિત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગત જોતા સૌથી પહેલા તમારે www.uidai.gov.in પર જવું પડશે.હોમ પેજ પર નીચે ડાબી બાજું આધાર મિત્રનું બોક્સ ફ્લેશ કરતુ દેખાશે.આ બોક્સ પર ક્લિક કરતા જ ચેટબોટ ખુલી જશે. હવે તમારો સવાલ પૂછવા માટે ‘Get Started’ પર ક્લિક કરવું પડશે.તમે સર્ચ બોક્સમાં તમારો સવાલ પૂછી શકો છો.