Published By : Parul Patel
ભારતને ચંદ્રના અભિયાન અંગે એક પછી એક સફળતા પ્રાપ્ત થઇ રહી છે.
હાલમાંજ ઈસરોએ ચંદ્ર પર મોટી સફળતા હાંસલ કરી છે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્ર પર કિંમતી ખનિજ છે. રોવરને ચંદ્ર પર ઓક્સિજન હોવાના પુરાવા મળ્યા છે. ઈસરોએ ટ્વિટર પર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ISROના ટ્વીટ અનુસાર, રોવર પર લગાવવામાં આવેલ લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ઇન્સ્ટ્રુમેન્ટ પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા, દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (S) ની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે તેમજ અપેક્ષા મુજબ, Al, Ca, Fe, Cr, Ti, Mn, Si અને O પણ શોધાયેલ છે. હાઇડ્રોજન (H) ની શોધ ચાલુ છે. અત્રે નોંધવું રહ્યું કે ચંદ્ર અંગે અનેક શોધખોળો હજી ચાલુજ છે ત્યારે હજી પણ ઈસરો અને તેથી ભારતને ગૌરવ અપાવે તેવી બાબતો સામે આવે તેવી સંભાવના છે.