- અમદાવાદના એક વ્યક્તિના શેરબજારનાં ખાતાંમાં અચાનક 116અબજ રૂપિયા આવી ગયા….
- કોઈપણ વિચાર કર્યાં વિના શેર બજારમાં રોકાણ કર્યુ અને કમાઈ ગયા રૂ 5.64લાખ…
- ભૂલથી આવેલ મોટી રકમ પાછી જતી રહી પરંતુ રૂ 5 લાખ કરતાં વધુની કમાણી કરાવતી ગઈ…

ગુજરાતી લોકો વેપાર કરવામાં અને તરત નિર્ણય લેવામાં હોશિયાર હોય છે આ બાબતને સાચી કરતો એક બનાવ તાજેતરમાં બની ગયો. આ ધટનાની વિગત જોતાં અમદાવાદ ખાતે રહેતાં અને મૂળ પોરબંદરનાં રમેશભાઇ સગર અમદાવાદમાં એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે સાથે શેર બજારમાં પણ રસ ધરાવે છે. તેમના કુટુંબમાં પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આર્થિક રીતે મધ્યમ કહી શકાય એવા રમેશભાઇ સગરના એકાઉન્ટમાં રૂ 116 અબજ રૂપિયા બેલેન્સ આવ્યું રમેશભાઇને ખાત્રી હતી કે આ બેલેન્સ ભૂલથી આવી ગયું છે અને થોડા સમયમાં જતું રહેશે તેથી તેમણે તરત જ નિર્ણય કરી આવેલ જંગી બેલેન્સનું રોકાણ કરી દીધું. તા. 26 જુલાઇની આ ધટના છે જયારે રમેશભાઇના ખાતામાં આટલી મોટી રકમ આવી ગઇ. થોડા જ કલાકોમાં ભૂલથી આવેલ જંગી રકમ પરત જતી રહી પરંતુ રમેશભાઇ એ તરત જ નિર્ણય લઈ જંગી રકમનુ રોકાણ કરી દેતા થોડા કલાકના આ જંગી રોકાણ દ્વારા રમેશભાઈને રૂ 5.64 લાખની શેર બજારમાં કમાણી કરાવતી ગઈ..આને કહેવાય પાક્કો ગુજ્જુ બિઝનેસમેન..