Published by : Rana Kajal
ગઇ કાલે સીએમ પદનો ચહેરા તરીકે ઇસુદાનની નામ જાહેર કર્યાં બાદ આજે વધુ 21 ઉમેદવારની યાદી જાહેર કરી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે. આમ આદમી પાર્ટી એ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની દસમી યાદી જાહેર કરી છે.

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગઢને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યી છે. ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 139 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. શુક્રવારે આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી બાદ આજે વધુ 21 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જાહેર થયેલી 21 ઉમેદવારની યાદીમાં કોણ કઇ બેઠક પરથી જંગ લડી રહ્યું છે.

