Published By : Disha PJB
સુરત શહેરના આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા સુરત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
સુરત શહેરના આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરોએ વિધિવત ભાજપનો કેસ અને ટોપી પેહરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. તમામ જોડાયેલા કોર્પોરેટરોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવામાં આવી હતી. ત્યાર બાદ ગૃહ મંત્રીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેઓએ જણાવ્યું કે જે પ્રકારે ગુજરાત રાજ્યની પ્રગતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોવા મળે છે તેનાથી લોકોને સંતોષ છે.ટીમ ગુજરાત તરીકે ગુજરાતના નાગરિકો છેલ્લા વર્ષો વર્ષથી ગુજરાતના વિકાસને અવિરત રીતે આગળ વધાવી રહી છે. આજે આપના નગરસેવકો અવિરત રીતે સહયોગ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ બાબતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જેઓ ભાજપમાં જોડાયા છે એવા નિરાલી પટેલે જણાવ્યુંકે, મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ આમ આદમી પાર્ટીમાં કસેને કસે અમારી સાથે અન્યાય થઈ રહ્યો હતો. અને અમારા વિસ્તારમાં વિકાસની વાતોને લઈને જ્યારે રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે અમારી વાતો સાંભળવામાં આવતી ન હતી. અમને વિચાર આવ્યો કે અમે આ રીતે કઈ રીતે અમારા વોર્ડમાં કામ કરી શકીએ. જેથી અમને ખૂબ જ તકલીફો પડી રહી હતી.જેથી હું આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છું.
જે કોર્પોરેટર ભાજપામાં જોડાયા છે તેઓની યાદી
- ઋતા ખૈની
- ભાવના સોલંકી
- જ્યોતિ લાઠીયા
- નિરાલી પટેલ
- વિપુલ મોવલીયા
- અશોક ધામી
- ધર્મેન્દ્ર વાવલીયા
- સ્વાતિ કાયાડા
- કિરણ ખોખણી
- ઘનશ્યામ મકવાણા