Published by : Vanshika Gor
દિલ્હી સરકાર તેમના દ્વારા અપાતી 200 યુનિટ ફ્રિ વીજળી માટે દેશમાં ખૂબ જ જાણીતી થઇ હતી. ઘણા રાજ્યોએ પણ આ મોડલ અપનાવી ફ્રિ વીજળી આપવાની જાહેરાત કરી હતી. એવામાં દિલ્હીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સરકારે કહ્યું છે કે, આજથી દિલ્હીમાં મફત વીજળી મળશે નહિ. આજે આની જાહેરાત કરતા દિલ્હીના ઉર્જા મંત્રી આતિશી માર્લેનાએ એલજી વીકે સક્સેના પર આકરા પ્રહારો કર્યા છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવતા આતિશીએ કહ્યું છે કે, એલજીએ દિલ્હીને મળતી મફત વીજળી બંધ કરી દીધી છે. 46 લાખ પરિવારો, ખેડૂતો, વકીલો અને 1984ના રમખાણો પીડિતોને મફત વીજળી મળતી બંધ થઈ જશે. લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારની વીજળી સબસિડીની ફાઇલ તેના હાથમાં લઇ લીધી છે. ટાટા, BSESએ તેમને પત્ર લખ્યો છે જો તેમને સબસિડીની માહિતી નહીં મળે તો તેઓ બિલિંગ શરૂ કરશે.