Published By : Patel Shital
આમ આદમી પાર્ટી ભરૂચ જીલ્લા દ્વારા ભરૂચ શહેરમાં જાહેરનામાના ભંગ કરનાર વાહન ચાલકો અને ભારે વાહનની અડફેટે અવસાન પામેલ મૃતકના પરિવારને વળતર આપવા મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી જયેન્દ્રસિંહ રાજ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનોના ભરૂચ શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ તેના અમલવારીને બદલે આડકતરી રીતે વહીવટી તંત્ર દ્વારા પ્રવેશ આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ જાહેરનામાં મુદ્દે આપ દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી અકસ્માતની ઘટના સામે આવી છે.
વર્ષ ૨૦૨૦માં લિંક રોડ ઉપર બે બાળકોના મોત થયા હતા જે બાદ તાજેતરમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે વ્યક્તિના પરિવારજનોને ૧ કરોડનું વળતર આપવા સાથે જવાબદાર અધિકારીઓ સામે પગલા સાથે અકસ્માત સર્જાતા વાહનોને 3 મહિના સુધી ડીટેઈન કરવામાં આવે તો અકસ્માતની ઘટનામાં ઘટાડા સાથે ખાનગી બસો અને ખખડધજ વાહનનો શહેરની હદમાં પ્રવેશ નહિ આપવા માંગ કરી છે.