Published by : Rana Kajal
- કડવી દૂધીના સેવનથી આરોગ્યને થતું નુકશાન…
વર્ષોથી દૂધી કરે સુખીની ઉક્તિ પ્રચલિત છે. દૂધીનો વેલો ભારત ઉપરાંત ચીન અને જાપાન જેવા દેશોમાં પ્રાચીન સમયથી પ્રખ્યાત છે. દૂધીનું જ્યુસ બનાવીને અથવાતો તેનું શાક બનાવીને ઉપયોગ કરી શકાય છે. આરોગ્યની દ્રષ્ટિએ દૂધીના ફાયદા જોતા દૂધી વજન ઓછું કરવા માંટે ઉપયોગી છે. એટલું જ નહિ પરંતુ હૃદય રોગ અને હાય બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે પણ દૂધી અત્યંત ઉપયોગી છે. પેશાબની બળતરા અને કબજિયાતના દર્દીઓ માટે પણ દૂધીનું સેવન ફાયદા કારક છે. તેમ છતાં કડવી દૂધીના સેવન કરવાથી માનવીને ડાયાબીટીસ થઈ શકે છે એમ બરોડા મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડૉ ક્યુરે તેમની પાસે આવેલા દર્દીઓની વિગત જાણી જણાવ્યું હતુ.