પાચનક્રિયા દરમિયાન ભોજનને પચાવવા માટે પિત્ત (Bile Acid) ની જરૂર હોય છે. તેને સામાન્ય ભાષામાં તેજાબ અથવા ગેસ્ટ્રિક એસિડ અથા ડાયજેસ્ટિવ (Digestive Juice) પણ કહેવામાં આવે છે. યોગ્ય પાચન માટે તેનું પ્રમાણ જળવાઇ રહે તે જરૂરી છે. ઉપરાંત તેની માત્રા વધવાથી તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઇ શકે છે. પિત્ત તમારાં લિવરમાં તૈયાર થાય છે અને પિત્તાશયની થેલીમાં જમા થાય છે. અહીંથી ભોજન પચાવવા માટે નાના આતરડાંમાં તે રિલિઝ થાય છે. આયુર્વેદમાં પિત્ત પાચન શક્તિ અથવા અગ્નિ સાથે સંબંધિત છે. શરીરમાં તેનું સંતુલન બગડવાથી તમને પેટ સંબંધિત બીમારીઓ થઇ શકે છે.
પિત્તના લક્ષણો
- શરીરમાં વધારે ગરમી
- એસિડ રિફ્લક્સ, ગેસ અથવા અપચો
- સાંધાનો દુઃખાવો અને સોજા
- ઉબકા, ડાયરિયા અથવા કબજિયાત
- ક્રોધ અને ગુસ્સો, ચિડિયો સ્વભાવ
- શરીરમાં દુર્ગંધ
- વધારે પરસેવો થવો
- પેટમાં દુઃખાવો
- ખાટા ઓડકાર
- પીળી અથવા ગ્રીન ઉલટી
પિત્ત દૂર કરવાના ઉપાય
પિત્તને ઘટાડવા અથવા બેલેન્સ કરવા માટે દરરોજ ખાવાના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તમને રાહત આપી શકે છે.

કિસમિસનું પાણી
એક મુઠ્ઠી કાળા કિસમિસ લો અને તેને યોગ્ય રીતે ધોઇને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળો. બીજા દિવસે સવારે પલાળેલી કિસમિસને પાણીમાં પીસી લો અને સ્વાદિષ્ટ અને ઠંડક આપતી કિસમિસનું પાણી પી લો. આ પાણીને દરરોજ સવારે અથવા ભોજનના એક કલાક પહેલાં અને એક કલાક પછી પણ પી શકો છો. તેમાં નેચરલ એન્ટી-ઓક્સિડન્ટ હોય છે અને તેની તાસીર ઠંડી હોય છે. તેને પીવાથી બ્લીડિંગ, હેર ફૉલ અને એનિમિયાથી પણ રાહત મળે છે. પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવા અને કબજિયાતને પણ દૂર કરે છે.

ચોખાનું પાણી
જો તમારાં શરીરમાં વધારે ગરમી રહે છે તો તમારે ચોખાનું પાણી પીવું જોઇએ. તેનો શરીર પર ઠંડો પ્રભાવ પડે છે. જો તમને ઉપર જણાવેલા લક્ષણોનો અનુભવ થાય છે, તો તમારે નિયમિત રીતે ચોખાનું પાણી પીવું જોઇએ.

વરિયાળીનું પાણી
એસિડિટીથી રાહત મેળવવા માટે તમે એક કપ પાણીમાં વરિયાળીને ઉકાળીને પી શકો છો. વરિયાળીમાં તેલની માત્રા હોય છે જે પાચનમાં સહાયક છે અને સોજાને દૂર કરે છે. તે પેટની સપાટીને પણ શાંત રાખે છે અને એસિડિટી દરમિયાન થતી બળતરાને પણ દૂર કરે છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.