Published By : Disha PJB
આદુ વિશ્વમાં મસાલાઓમાં સૌથી વધારે લેવાતો પાક છે. આદુ કદાચ વિશ્વનું સૌથી બહુપયોગી અને પૂરાવા આધારિત સ્વસ્થ્ય ઉપચારક છે. આ જાદુઈ મસાલાના ૧૦૦થી વધારે આરોગ્ય પરિસ્થિતિઓ પર થતા ફાયદાઓ વિષે ઘણા શોધકાર્યો થયા છે. તેના વપરાશનો લાંબો ઇતિહાસ છે અને તેના અઢળક ફાયદાઓને જોતાં, તે પારંપરિક પ્રાકૃતિક ઉપચારોના ૫૦%થી વધુ હિસ્સો છે.
ખાતા પહેલા મીઠું ભભરાવેલી આદાચીરી ખાવાથી પાચનમાં લાળરસનો પ્રવાહ વધે છે જે પેટની વ્યાધિઓથી બચાવે છે. પેટના ફૂલવાની સમસ્યાને જમ્યા પછી આદુના પીણું પીને નિવારી શકાય છે. જો તમારી પેટની સમસ્યાઓ વધુ ગંભીર હોય તો તમે ફૂડ પોઈઝનિંગના લક્ષણોને દૂર કરવા માટે પણ આદુનો ઉપયોગ કરી શકો છો.
આદુ વર્ટિગોની બીમારીને કારણે આવતા ચક્કર અને ઉબ્કા ઘટાડવામાં પણ મદદ કરે છે. આ ક્ષેત્રે થયેલું એક શોધકાર્ય કહે છે કે, આદુના ઉપચારાત્મક રસાયણો મગજમાં અને ચેતાતંત્ર ઉપર ઉબ્કા, બેચેની અને અસ્વસ્થતા પર કાબૂ મેળવવા કામ કરે છે.
આદુ પ્રોસ્ટેગ્લૅન્ડિંગ નામના અંત:સ્ત્રાવને અવરોધીને, જે સ્નાયુઓના સંકોચનને ઉદ્દેપ્ત કરી છે, રક્તવાહિકાઓમાં સોજો કાબૂમાં રાખે છે અને અમુક અમુક જાતીય અંત:સ્ત્રાવો પર અસર કરીને આધાશીશીને સાજી કરવામાં મદદ કરે છે. આધાશીશીના દુ:ખાવાની શરૂઆતમાં અસહ્ય પીડાને રોકવા માટે આદુની ચા પીવાથી તે પ્રોસ્ટેગ્લૅન્ડિંગને અટકાવી દે છે અને ઉબ્કાઓ અને ચક્કર આવતા બંધ થઈ જાય છે.