Published By:-Bhavika Sasiya
- ઓસ્ટ્રેલિયાએ કોમન વેલ્થ ગેમ્સના આયોજક તરીકે નામ પાછું ખેંચ્યું છે. ઓસ્ટ્રેલિયાની સરકારે યજમાનીના ખર્ચને કારણે કોમન વેલ્થ ગેમ્સના આયોજન કરવાનો ઇન્કાર કર્યો છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/Australia-Commonwealth-Games-Host-Withdraws-0_1689644444571_1689644492999-1024x576.webp)
ઓસ્ટ્રેલિયન રાજ્ય વિક્ટોરિયાએ આજે મંગળવારે 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. તેમના આ નિર્ણયથી રમતગમત જગત આશ્ચર્યચકિત થયું છે. કોમન વેલ્થ ગેમ્સ નું આયોજન ઓસ્ટ્રેલિયામાં થનાર હતું.રમતગમત ક્ષેત્રની આ સ્પર્ધા વર્ષ 2026 મા યોજાનાર છે. જેના યજમાન દેશ તરીકે ઓસ્ટ્રેલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતું હવે ઓસ્ટ્રેલિયાએ આયોજન કરવા અંગે ઇન્કાર કરી દીધો છે.હાલના દિવસોમા વિશ્વમાં મંદી ફેલાઇ છે ત્યારે ઓસ્ટ્રેલિયાની ઇકોનોમિ પણ મંદી ના પગલે નબળી પડી છે તો બીજી બાજુ કોમન વેલ્થ ગેમ્સ ના આયોજન અંગે જંગી ખર્ચ થતો હોય છે આ ઉપરાંત પણ અન્ય ઘણા કારણોના પગલે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2026માં યોજાનાર કોમન વેલ્થ ગેમ્સ ના આયોજક તરીકે પોતાનું નામ પાછું ખેંચ્યું છે.