Published by : Rana Kajal
આર્થિક વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે સરકારે દસ્તાવેજોના કામ માટે સમય વધાર્યો છે. હવે રજાના દિવસો દરમિયાન પણ દસ્તાવેજોના કામ થઈ શકશે…આર્થિક વર્ષનો અંત સુધી તા. 31માર્ચના રોજ થશે. ત્યારે ગુજરાત રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.11/03/2023 તથા તા.25/03/2023ના જાહેર રજાના દિવસોએ રાજ્યની યાદીમાં સમાવેશ પામેલ (કુલ-52) સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે.