- આર્યન ખાને સ્ક્રિપ્ટ જાતે લખી, સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને પોતાના પહેલા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આર્યને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આ પ્રોજેક્ટના માધ્મયથી આર્યન ખાન ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરશે. આર્યને કહ્યું હતું કે રાઇટિંગનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને તે રેડ ચિલીઝ પ્રોડેક્શન બેનર હેઠળ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
આર્યને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
6 ડિસેમ્બર, મંગળવારના રોજ આર્યન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, રાઇટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે શૂટિંગ શરૂ થાય તેની ઉત્સુકતા છે. જોકે, આર્યન ખાને એ સ્પષ્ટતા કરી નથી કે તે વેબસિરીઝમાં કામ કરશે કે પછી કોઈ ફિલ્મમાં કામ કરશે.
ચાહકો ઉત્સાહમાં
આર્યન ખાનની કરિયરનો આ પહેલો પ્રોજેક્ટ છે. શાહરુખ ખાનના ચાહકો ઉત્સાહમાં છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે આર્યનનું કામ જોવા તે આતુર છે. અન્ય એકે આર્યનને કરિયર માટે શુભેચ્છા પાઠવી હતી.