Published by : Vanshika Gor
અમદાવાદમાં મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે રહી ચૂકેલાં અને વિજય નેહરા ભરૂચ ના જિલ્લા વિકાસ અધિકારી પણ રહી ચૂકેલા આઈએએસ અધિકારી વિજય નેહરાનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે તેમના પુત્રએ હાંસલ કરેલી સિદ્ધિુને કારણે લોકો તેના પિતાને પણ યાદ કરી રહ્યાં છે. જીહાં, વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ મેળવનાર આર્યન હવે સપ્ટેમ્બરમાં ચાઇનામાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ચીનમાં આગામી સપ્ટેમ્બરમાસથી એશિયન ગેમ્સનો પ્રારંભ થશે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલાં ખેલાડીઓને મોકો આપવામાં આવશે. જેમાં ગુજરાતના આઈએએસ અધિકારી વિજય નેહરાના પુત્ર આર્યને પણ સ્થાન હાંસિલ કર્યું છે. આર્યન હવે તમને ચાઈના એશિયન ગેમ્સમાં ગુજરાત સહિત દેશનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.