હાલના સમયની ટોચની અને સફળ હિરોઈન આલિયા ભટ્ટને તેની પોતાની ફિલ્મના રીવ્યુ જાણવામાં કોઇ ખાસ રસ નથી. ફિલ્મના રીવ્યુ અંગે આલિયા ભટ્ટ જણાવે છે કે દરેકના પોત પોતાના વિચારો હોય છે અને તે મુજબ દરેક માનવી પોતાનો રીવ્યુ આપે છે. તાજેતરમાં આલિયા ભટ્ટની સફળ થયેલ ફિલ્મ બ્રહ્યાસ્ત્રના રીવ્યુ જાણવા અંગે પણ આ ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટે કોઇ ખાસ રસ દાખવ્યો ન હતો જૉકે આલિયા પોતે એમ જણાવે છે કે ફિલ્મ સફળ સાબિત થશે કે કેમ તેની જાણ તેને થઈ જાય છે આ અંગે સિક્સ સેન્સને ખાસ મહત્ત્વ આપે છે. તે સાથે હાલમાં રિલીઝ થયેલ બ્રહ્માસ્ત્ર ફિલ્મે બોલીવુડમાં ફ્લોપ ફિલ્મનો સિલસિલો અટકાવી દીધો છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ સફળ કે આંશિક સફળ તે અંગે પણ વિવાદ ચાલી રહયો છે.જૉકે બ્રહ્માસ્ત્ર ફિલ્મે બોલીવુડ ફિલ્મોની નિષ્ફળતાના સતત ચાલતી સફર પર બ્રેક મારેલ છે.