Published by : Rana Kajal
આ દિવસે સર્વત્ર ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે… આવતા વર્ષે એટલેકે વર્ષ 2024ની 22 જાન્યુઆરીના રોજ રામલલા ને કાયમી ગર્ભગૃહમાં બિરાજમાન કરવામા આવશે.આ દિવસે સર્વત્ર ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે… શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તા 22/1/24ના રોજ રામલલાને કાયમી ગર્ભગૃહમાં બિરાજમાન સ્થાપિત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જૉકે તેમણે જણાવ્યું હતું કે આ અગાઉ પણ તારીખો જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ તારીખ તબક્કાવાર ચર્ચા વિચારણા કર્યા બાદ નકકી કરવામાં આવી છે. હવે આ તારીખના અનુસંધાને તમામ નિર્માણ કાર્ય આગળ ધપાવવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.