Published by : Anu Shukla
- આ સિરિઝમાં અશ્વિન અને નાથન લિયોન પાસે પણ રોકોર્ડ બનાવવાનો મોકો
- બોર્ડર ગાવસ્કર સીરીઝમાં રેકોર્ડની વણઝાર લાગી શકે છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મેચ આવતીકાલે શરુ થશે. બંને ટીમો સીરીઝ જીતવા માટે પુરી તાકાત લગાવી દેશે. આ સીરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના બંને ખેલાડીઓ ઘણા રેકોર્ડ તોડી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પહેલો ટેસ્ટ મેચ શરુ થશે. આ મેચમાં ઘણા રેકોર્ડ બની શકે છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પુજારા પાસે રેકોર્ડ બનાવવાની તક છે તો ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્મિથ પાસે પણ મોકો છે. આ ઉપરાંત સ્પિનરમાં ભારતના અશ્વિન અને ઓસ્ટ્રેલિયાના નાથન લિયોન પાસે પણ રેકોર્ડ બનાવવા માટે તક છે.
વિરાટને 25 હજાર રન કરવાનો મોકો
ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટમાં સદીનો ઈંતજાર ખતમ કરવા ઉતરશે આ ઉપરાંત વિરાટને 25 હજાર આંતરરાષ્ટ્રીય રન પુરા કરવા માટે 64 રનની જરુર છે. વિરાટ કોહલી આ માઈલસ્ટોન પાર કરતા જ તે વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બની જશે.
સૌથી ઝડપી 450 વિકેટ
ભારતના અનુભવી સ્પિનર અશ્વિન પાસે સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેવાનો મોકો છે. આ માટે તેને એક વિકેટની જરુર છે. આ વિકેટ મેળવતા જ તે ભારત માટે સૌથી ઝડપી 450 વિકેટ લેનાર બોલર બની જશે.
સચિનનો રેકોર્ડ સ્મિથ તોડી શકે છે
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિનનો રેકોર્ડ તોડી શકે છે. સ્મિથે બોર્ડર ગાવસ્કર સીરીઝમાં આઠ સદી ફટકારી છે જ્યારે સચિનની 9 સદી છે. સ્મિથ જો બે સદી ફટકારે તો તે સચિનના સદીના રેકોર્ડને તોડવામાં સફળ થશે.
પુજારા પણ આ ઉપલબ્ધિ હાંસિલ કરશે
ભારતીય સ્ટાર બેટ્સમેન પુજારાને બોર્ડર ગાવસ્કર સીરીઝમાં 2000 રન પુરા કરવા માટે વધુ 107 રનની જરુર છે. પુજારા 107 રન કરતા જ તે ભારતનો ચોથો અને ઓવરઓલ છઠ્ઠો બેટ્સમેન બની જશે.
નાથન લિયોન પાસે મોટો મોકો
ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોન પાસે ભારત વિરુદ્ધ 100 ટેસ્ટ વિકેટ લેવા માટે ફક્ત 6 વિકેટની જરુર છે. જો તે 6 વિકેટ લેવામાં સફળ થશે તો તે અનિલ કુંબલે બાદ બોર્ડર ગાવસ્કર સીરીઝમાં 100 વિકેટ લેનાર બીજો બોલર બનશે.