Home Administration આવતીકાલે અનંત ચૌદશને પગલે અંકલેશ્વર ખાતે 4 કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનને લઇ...

આવતીકાલે અનંત ચૌદશને પગલે અંકલેશ્વર ખાતે 4 કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર સજ્જ

0
  • ૧૦ ફૂટથી વધુની મૂર્તિનું જળકુંડમાં વિસર્જન કરી શકાશે
  • તો ભરૂચ-અંકલેશ્વર સુરવાડી ગામના તળાવમાં ૫ થી ૯ ફૂટની પ્રતિમાઓનું વિસર્જન થશે

અંકલેશ્વરના નગરપાલિકાના સભાખંડ ખાતે ગણેશ વિસર્જનને લઇ Dy.SP ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી

આવતીકાલે અનંત ચૌદશ-ગણેશ વિસર્જનને લઇ અંકલેશ્વર ખાતે તંત્ર સજ્જ બન્યું છે તંત્ર દ્વારા સરકારની નવી ગાઈડલાઈનને લઇ નર્મદા નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નહિ કરવામાં આવે તેવી સૂચનાઓને લઇ આજરોજ અંકલેશ્વરના નગરપાલિકાના સભાખંડ ખાતે ગણેશ વિસર્જનને લઇ ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ગણેશ મંડળોના આયોજકો સાથે મિટિંગ મળી હતી જેમાં અંકલેશ્વર ખાતે વિસર્જનને પગલે ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડ જેવા કે ESIC હોસ્પિટલની સામેના કૃત્રિમ કુંડ, જળકુંડ, કમલમ તળાવની બાજુમાં ઉભું કરાયેલ કૃત્રિમ કુંડ તેમજ અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર રેલ્વે અન્ડર બ્રીજની બાજુમાં આવેલ તળાવ ખાતે વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવામાં આવી હતી અને ૧૦ ફૂટ થી વધુ ઉંચી પ્રતિમાઓનું જળકુંડમાં વિસર્જન કરવું, ૫ થી ૯ ફૂટ ઉંચી મૂર્તિઓનું અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર રેલ્વે અન્ડર બ્રીજની બાજુમાં આવેલ તળાવ ખાતે તો કમલમ તળાવની બાજુમાં ઉભું કરાયેલ કૃત્રિમ કુંડમાં પણ વિસર્જન કરી શકાશે ઉપરાંત ગણેશ મંડળોને અનંત ચૌદશ શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અપીલ કરવામાં આવી છે. વિસર્જનને લઇ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવશે આ મિટિંગમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઇન્ચાર્જ મામલતદાર હાર્દીક બેલદિયા અને શહેર પી.આઈ. તેમજ ગણેશ મંડળોના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version