Published By:-Bhavika Sasiya
- બાળકોને મોબાઈલનુ વ્યસન લાગી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં યુનેસ્કો દ્વારા બાળકોને મોબાઈલ ફોન આપવા અંગે પ્રતિબંધ મુકવામાં આવે તેવી સંભાવના છે.
કમ્યુનિકેશનના કામને સેકન્ડોમાં કરી આપતો મોબાઈલ ફોન હવે સ્માર્ટ બનતા સૌથી મોટી સમસ્યા બની ગયો છે. તેમાં પણ હવે બાળકોના હાથમાં સ્માર્ટ ફોન આવતા સ્થિતી વણસી રહી છે કોરોના દરમિયાન ઓનલાઈન શિક્ષણના કારણે બાળકોને અભ્યાસ માટે સ્માર્ટ ફોન આપવામાં આવ્યા અને અહીંથી સ્થિતી બગડવાની શરૂઆત થઈ હતી.
બાળકો અભ્યાસ માટે આપવામાં આવેલા ફોનનો સૌથી વધુ દુરુપયોગ કરે છે. યુનેસ્કોનું કહેવું છે કે વિશ્વભરની શાળાઓમાં ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.તેથી આવનાર દિવસોમાં બાળકોને મોબાઇલ આપવા પર પ્રતિબંધ આવી શકે છે.