Home International આવનાર તા.14 જૂન મહત્વનો દિવસ… આ દિવસે અમેરિકી સંસદમાં પહેલીવાર હિંદુ અમેરિકી...

આવનાર તા.14 જૂન મહત્વનો દિવસ… આ દિવસે અમેરિકી સંસદમાં પહેલીવાર હિંદુ અમેરિકી શિખર સંમેલન યોજાશે… વિશ્વની નજર આ સંમેલન પર….

0

Published by : Rana Kajal

અમેરિકી સંસદમાં 14 જૂનના રોજ પ્રથમ હિંદુ-અમેરિકી શિખર સંમેલનનું આયોજન કરવામા આવેલ છે.. સંમેલનના આયોજકોએ કહ્યું છે કે, પ્રતિનિધિગૃહના સ્પીકર કેવિન મેક્કાર્થી આ સંમેલનને સંબોધશે. તેમજ ૨0થી વધુ પ્રવાસી સંગઠનોના સહયોગથી તાજેતરમાં રચાયેલા અમેરિકન્સ ફોર હિંદુ પોલિટિકલ એક્શન કમિટી દ્વારા આ શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. તેમજ આયોજકોના જણાવ્યા મુજબ દેશભરના ભારતીય અમેરિકી સમુદાયના 130 નેતા સહિત ફ્લોરિડા, ન્યૂયોર્ક, બોસ્ટન,શિકાગો અને કેલિફોર્નિયાથી લોકો અમેરિકી સંસદમાં એકઠા થશે. અમેરિકી સંસદ સુધી અમેરિકી હિંદુ સમુદાયના ચિંતાના મુદ્દા પહોંચાડવા આ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. જોકે હૃદયરોગના નિષ્ણાત ડૉ.રમેશ જાપરાએ જણાવ્યુ હતુ કે, અમેરિકી હિંદુ સમુદાય દેશભરમાં સારું કામ કરી રહ્યો છે. પરંતુ રાજકીય રૂપે તે ખૂબ જ પાછળ છે. તેમણે આરોપ લગાવ્યા કે ઇક્વાલિટી લેબ્સ અને કેયર જેવા સંગઠનો હિંદુ ધર્મને ખતમ કરવા પ્રયાસ કરી રહ્યા છે. હિંદુ શિખર સંમેલનને મેક્કાર્થી ઉપરાંત ડેમોક્રટે, રિપબ્લિકન પાર્ટીના સાંસદો પણ સંબોધન કરે તેવી સંભાવના છે. …

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version