Home News Update Nation Update આવનાર તા.23 જૂનની “પટણા પાર્ટી” નો રાજકીય તખ્તો…

આવનાર તા.23 જૂનની “પટણા પાર્ટી” નો રાજકીય તખ્તો…

0

Published by : Rana Kajal

  • કોને કોને બોલાવ્યા…? વિપક્ષો કદાચ જીતવા લાયક ઉમેદવાર પર ફોકસ કરશે

આવનાર તા 23 જૂનના રોજ પટણા ખાતે વિપક્ષોની એકતાનો તખ્તો ગોઠવવા અંગે બેઠક યોજાવાની છે.આ બેઠક પર સૌની નજર છે શું થશે…. વિવિઘ વિચારસરણી ધરાવતા અને મહત્વાકાંક્ષી રાજકીય મહારથીઓ ઍક થશે ખરા…?લોકસભા ચૂંટણી 2024 ભાજપને હરાવવા માટે 450 સીટો પર વિપક્ષની રણનીતિ ઘડવામાં આવશે.વિપક્ષી દળોએ 2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ કરી લીધી છે.નીતિશ કુમારે 23 જૂને પટનામાં મુખ્ય પક્ષોના ટોચના નેતાઓની બેઠકનું આયોજન કર્યું છે.વિપક્ષી એકતાનો માર્ગ નક્કી કરવા માટે બેઠકમાં અનેક ફોર્મ્યુલા બનાવવામાં આવી શકે છે.

2024ની લોકસભા ચૂંટણી 2024 ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે અને હવેથી વિપક્ષી દળોએ ભાજપને હરાવવા માટે એક થવાનું શરૂ કરી દીધું છે. કટ્ટર વિરોધીઓ પણ ભાજપને હરાવવા માટે હાથ મિલાવવા તૈયાર છે. તેનો નજારો નીતીશ કુમારની ‘પટના પાર્ટી’માં જોવા મળશે. તે બાબત નકકી છે…

જેડીયુના વડા નીતિશ કુમાર, જેઓ વિપક્ષી એકતાના શિલ્પકાર લાગે છે, તેમણે 23 જૂને પટનામાં મુખ્ય પક્ષોના ટોચના નેતાઓની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, કોણ જોડાશે અને કોણ નહીં તે માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી રહી…

જૉકે પટણા બેઠકમાં વિપક્ષી દળોનું ધ્યાન સીટની વહેંચણી અને માત્ર જીતી શકે એવા ઉમેદવાર એટલેકે વિજેતા ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર રહેશે. મળતી માહિતી મુજબ, વિપક્ષ 450 બેઠકો પર ઉમેદવારને લડાવવા માટે સર્વસંમતિ બનાવવા માટે વ્યસ્ત છે. જો કે, હજુ પણ ઘણા રાજ્યો એવા છે જ્યાં વિપક્ષ ની એકતાની બાજી અટકી શકે છે અને વિપક્ષી એકતાને આંચકો લાગી શકે છે….

નીતિશની ‘પટના પાર્ટી’માં કયા પક્ષો ની હશે હાજરી તેની વિગત જોતાં કોંગ્રેસ, AAP અને CPM જેવા રાજ્ય પક્ષો ઉપરાંત SP, NCP, TMC, RJD, શિવસેના (UBT), RLD, JMM, નેશનલ કોન્ફરન્સ, CPI, DMK, મુસ્લિમ જેવા ત્રણ રાષ્ટ્રીય પક્ષો હશે. લીગ અને MDMK સ્તરની પાર્ટીને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે.”પટણા પાર્ટી”માં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મલ્લિકાર્જુન ખડગે, લાલુ પ્રસાદ, એમકે સ્ટાલિન, શરદ પવાર, અખિલેશ, સીતારામ યેચુરી, ડી રાજા, હેમંત સોરેન અને જયંત જોધરી હાજરી આપે તેવી શક્યતા છે. જો વિપક્ષી ગઠબંધનની વાત છે તો તેના અધ્યક્ષનું નામ પણ તે જ દિવસે નક્કી થઈ શકે છે. જૉકે હાલ આ બધી અટકળો છે કયારે શું થશે તે તો સમય જ કહેશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version