અવાજ કે સ્વર વગરનુ રુદન વધૂ કરુણ હોય છે દીવસ અને રાત અને રાત અને દિવસ તેવીજ રીતે પૃથ્વી અને આકાશ અને આકાશ અને પૃથ્વી વચ્ચેના પરિવર્તન અને સંઘર્ષ નુ રુદન ની માત્ર અનુભૂતિ થઈ શકે ‘નીલ આકાશેર નીચે’ નામની 1959માં આવેલી બંગાળી ફિલ્મના ટાઈટલ ગીતનો. આજ થીમ હતો દિગ્ગજ બેલડી એવા ફિલ્મમેકર મૃણાલ સેનની અને લેખિકા મહાદેવી વર્માની કૃતિ પર આધારિત આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આજથી સાત દાયકા પહેલા આવેલી આ ફિલ્મ સ્વતંત્ર ભારતમાં પ્રતિબંધિત થનારી પહેલી ફિલ્મ હતી! મહાન લેખિકા મહાદેવી વર્માએ ‘ચીની ભાઈ વિશે રેખાચિત્ર આલેખ્યુ છે: ‘ચીની ભાઈ’. મહાદેવી વર્માની પ્રતિનિધિ ગદ્ય રચનાઓનો પરિચય કરાવતા આ પુસ્તકમાં આ રેખાચિત્ર પણ સમાવિષ્ટ છે. આ રેખાચિત્રમાં અલ્લાહાબાદમાં લેખિકાએ એક ચીની ફેરિયાનુ સંસ્મરણ કર્યું છે. જેમાં એક ચીની યુવાન છે. વર્ષો પહેલા એ ચીનથી બર્મા આવી ગયો છે.
રોજગારની શોધમાં ભટકતો ભટકતો અલ્લાહાબાદની શેરીઓમાં આવી ચડે છે. એ ફેરિયો છે અને રેશમી કપડાં વેચે છે. ચીનીને બધા ધુત્કારે છે. અપમાનિત કરે છે. તેવા સમયે ચીની મહાદેવી વર્માને પોતાનું કાપડ લેવા આગ્રહ કરે છે. મહાદેવી વર્મા તો સ્વદેશી વિચારધારાને વરેલાં હતા તેથી સ્પષ્ટ. ના પાડી દે છે કે ભાઈ, હું વિદેશી કાપડ નથી ખરીદતી.પારકા દેશમા ભાઈનુ સંબોધન ચીનીને ગમે છે. ‘હમકો ભાઈ બોલા હૈ, તુમ ઝરૂર લેગા, ઝરૂર લેગા’ એમ આગ્રહ કરીને ચીની કાપડ આપીને ચાલ્યો જાય છે. લેખિકા અને ચીની વચ્ચેનો પરિચય ગાઢ બનતો જાય છે. લેખિકામા પોતાની બહેનનુ રૂપ જોતા ચીનીને આખરે પોતાની દર્દભરી દાસ્તાન સાંભળી શકે, પોતાનું કહીં શકાય એવું કોઈક મળ્યું છે.એ ચીની લેખિકા પાસે પોતાની ખોવાયેલી બહેનને યાદ કરે છે, નાની ઉંમરે ગુમાવેલા પિતાને યાદ કરે છે, પિતાની હયાતી વગર કેવી કેવી હાલાકી ભોગવી એની વાતો કરે છે અને પછી પોતે કેવી રીતે અહીં અલ્લાહાબાદ આવી પહોંચ્યો એની વાત કરે છે. લેખિકા અને ચીની વચ્ચેનો ભાવનાત્મક સંબંધ વિશ્વાસ અને પ્રેમથી આગળ વધે છે. એક દિવસ ચીની સિલ્કનું આખું બંડલ એકસાથે વેચીને જાપાન-ચીન યુદ્ધમાં જોડાવા માટે ચીન પરત ફરે છે. મહાદેવીના મન પર એક અમીટ છબિ છોડીને. મહાદેવી વર્માને એક કૃતિનો વિષય આપીને. ચીનીને ક્યા ખબર હતી કે પોતે જેને બહેન માને છે એ સ્ત્રી પ્રથમ હરોળની લેખિકા છે. એ સ્ત્રી પોતાના પરથી એક રેખાચિત્ર લખવાનાં છે. એ રેખાચિત્ર પરથી એક ફિલ્મ પણ ઇતિહાસમાં જરા જુદી રીતે યાદગાર બની જવાની છે!કોઈ અજાણી કૃતિને કાબેલ ફિલ્મકારનો સ્પર્શ મળે ત્યારે જાદુ થતો હોય છે. ફિલ્મ એ કૃતિ તરફ જવાનો માર્ગ બની જતી હોય છે. આ કૃતિ મૃણાલ સેનની આંખે ચડી. ‘ન્યૂ વેવ સિનેમા’ના સત્યજીત રાય, ઋત્વિક ઘટક, તપન સિંહાની હરોળમાં આવતા મૃણાલ સેન આર્ટહાઉસ સિનેમાનુ મોટું માથુ કહેવાય. તેમણે ફિલ્મ બનાવી નીલ આકશેર નીચે.. પરંતું આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.