Published by : Rana Kajal
આશ્રયસ્થાનોમાં 510 બાળકના જન્મ થયો …. બિપોર્જય વાવાઝોડા ના સમયે આગોતરા આયોજનના ભાગરૂપે ગર્ભવતી મહિલાઓને આશ્રય સ્થાનોમાં રાખવામાં આવી છે. જૉકે આશ્રય સ્થાનોમાં નવજાત શિશુઓનો કલરવ શરૂ થઈ ગયો છે… બિપોરજોય વાવાઝોડાના ભયથી સલામત સ્થળે ખસેડી લેવાયેલા લોકો પૈકી સરકારી અધિકારીઓએ 1035 ગર્ભવતી મહિલાઓને શોધી છે. જેઓ આગામી સપ્તાહમાં બાળકને જન્મ આપી શકે છે. દરિયાકાંઠે આવેલા 8 જિલ્લાઓમાંથી સલામત સ્થળે ખસેડી લેવાયેલી 916 ગર્ભવતી મહિલાઓ એવી છે જે 11 જૂનથી દરીયા કિનારાની આસપાસના વિસ્તારોમાં ઉભા કરાયેલા શેલ્ટર હોમમાં એટલે કે આશ્રય સ્થાનોમાં રહે છે. જૉકે તા 14 જૂન સુધીમાં 510 મહિલાઓએ બાળકોને જન્મ આપી દીધો છે. ગુજરાત સરકારે શેલ્ટર હોમ અને રાહત છાવણીઓમાં ખસેડવામાં આવેલી ગર્ભવતી મહિલાઓની યોગ્ય સારવાર અને કાળજી લેવા માટે ઘણાં સમય પહેલાં એક પરિપત્ર ઈસ્યુ કર્યો હતો તેથી ગત 7 જુનથી જ તેઓને તમામ પ્રકારની મેડીકલ સારવાર આપવાનું ચાલુ કરી દીધુ હતું. રાજય સરકારે દરિયા કાંઠાના આઠ જિલ્લાઓના તમામ મેડીકલ સ્ટાફની રજાઓ રદ કરી નાંખી હતી. એટલું જ નહી પરંતુ કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા વધારાની ટીમ પણ ઉભી કરી હતી…..