જે લોકો પોતાના સપના પૂરા કરવા માટે સતત પ્રયાસ કરતા રહે છે, તેમને અંતે સફળતા મળે છે. આસામના આ રોજીંદા મજૂરની વાર્તા પણ આવી જ છે. રાજધાની ગુવાહાટીના બોરાગાંવ વિસ્તારમાં રહેતા દૈનિક વેતન મેળવનાર ઉપેન રોયનું સપનું ટુ-વ્હીલર ખરીદવાનું હતું. આ માટે તેણે પિગી બેંકમાં રૂ.1, રૂ.2, રૂ.5 અને રૂ.10ના સિક્કા જમા કરાવવાનું શરૂ કર્યું. પૈસા બચાવવામાં ઘણા વર્ષો લાગ્યા, પરંતુ આખરે તે પોતાનું સપનું પૂરું કરવામાં સફળ રહ્યો.

રોય તેની ડ્રીમ બાઇક ખરીદવા માટે 2014થી ગુલકમાં રૂ. 1, રૂ. 2, રૂ. 5 અને રૂ. 10ના સિક્કા એકઠા કરી રહ્યો હતો. મંગળવારે જ્યારે તેણે પિગી બેંકમાંથી પૈસા કાઢ્યા અને તેની ગણતરી કરી તો તેની પાસે 1.5 લાખ રૂપિયા જમા હતા. ત્યારબાદ રોય તેની પત્ની સાથે બાઇક ખરીદવા પહોંચી ગયો હતો. તે સિક્કા લઈને ઝડપથી તેના નજીકના શોરૂમમાં પહોંચી ગયો. આ પછી તેણે 90 હજાર રૂપિયામાં સ્કૂટી ખરીદીને પોતાનું વર્ષો જૂનું સપનું પૂરું કર્યું.