Published by : Rana Kajal
આસામ અને અન્ય રાજ્યોમાં પણ ભાજપની લોકપ્રિયતા વધી રહી છે હવે ભૂતપૂર્વ બોડો ઉગ્રવાદીઓ ભાજપમાં જોડાયા છે આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં 110 બોડો ઉગ્રવાદીઓ ભાજપમાં જોડાયા હતા.આ તમામ ઉગ્રવાદીઓ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડો લેન્ડ (એનડીએફબી) સાથે સંકળાયેલા હતા. એટલું જ નહી પરંતું નબીન ચંદ્ર બોડોના નેતૃત્વમા કાર્યરત હતા ભાજપે નવા જોડાયેલા તમામ સભ્યોને આવકાર આપ્યો હતો. અત્રે નોંધવું રહ્યું કે આસામમાં ભાજપનું સંગઠન હજી મજબુત થઈ રહ્યું છે. વર્ષ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે ભાજપ માત્ર આસામ જ નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ સંગઠન મજબુત બનાવી રહ્યું છે…