Published By: Aarti Machhi
- લગ્ન પછી દેડકા-દેડકીને પાણીમાં છોડવામાં આવે છે
લોકો વરસાદની રાહ જોયા બાદ વરસાદ આવે માટે સદીઓ જુની પધ્ધતિ અપનાવે છે.ત્યારે વરસાદ માટે દેડકા અને દેડકીના લગ્ન કરવાની પરંપરા પહેલી સાંભળી હશે. મધ્યપ્રદેશ અને આસામના ગ્રામીણ વિસ્તારો ઉપરાંત ત્રિપુરામાં દેડકા-દેડકીના લગ્નથી ઇન્દ્ર રાજા ખૂશ થાય છે એવી લોકોની માન્યતા રહેલી છે.

ગ્રામીણ વિસ્તારમાં લોકો જયારે ઇન્દ્રદેવને વરસાદ આપવા વિનંતી કરી ત્યારે ખુદ ઇન્દ્ર દેવે આ વિધી કહી હોય એમ પણ કહેવામાં આવે છે. અસમી ભાષામાં તેને બેખુલી બ્યાહ કહેવાય છે.
બેખૂલી એટલે કે દેડકો અને બ્યાહ એટલે લગ્ન. પરંપરા મુજબ દેડકા અને દેડકીના સ્નાન બાદ લગ્નવિધી સમયે દેડકા -દેડકી પર લાલ રંગનું કપડુ ઓઢાડવામાં આવે છે. જે તેના વિવાહનું પ્રતિક મનાય છે. માંદા દેડકાના ગળામાં હાર પણ પહેરાવવામાં આવે છે. તો બ્રાહ્મણ દ્વારા લગ્નની વિધી ૩ થી ૪ કલાક સુધી વિધિ પણ ચાલે છે. જોકે લગ્ન થયા પછી આ નવ વિવાહિત જોડાને પાણીમાં છોડવામાં આવે છે. એમ કહેવાય છે કે . દેડકો પ્રસન્ન થઇને ઇન્દ્રરાજાને વરસાદની વિનંતી કરે એ પછી જ વરસાદનું આગમન થાય છે.