Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAdministrationઆ છે ભારત...પાકિસ્તાનના નેતાઓ વચ્ચેનો અને લોકશાહી-લોફર શાહી વચ્ચેનો નો ફરક…

આ છે ભારત…પાકિસ્તાનના નેતાઓ વચ્ચેનો અને લોકશાહી-લોફર શાહી વચ્ચેનો નો ફરક…

Published By : Parul Patel

ભારતના નેતાઓ તેમને મળેલ ભેટ સોગાદોને સરકારી ખજાનામા જમા કરાવતા હોય છે જ્યારે પાકિસ્તાનના નેતાઓ તેમને મળેલ ભેટ પોતાની જાગીર હોય તેમ સમજીને રાખી લેતા હોય છે. આજ ફરક છે ભારત અને પાકિસ્તાન વચ્ચે અને લોકશાહી અને લોફર શાહી વચ્ચે …

પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મળેલી ભેટને કારણે આ હંગામો મચ્યો છે, દરેક દેશના નેતાઓને ભેટ સોગાદ મળતી હોય એ તેમાંથી કેટલીક ભેટ નેતાઓ પોતાની પાસે રાખી શકે છે તો કેટલીક દેશની તીજોરીમાં જમા કરાવવાની હોય છે અલબત્ત તેના નિયમો પણ દરેક દેશમાં અલગ-અલગ હોય છે.

ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે વડાપ્રધાન તરીકે મળેલી ભેટોને ડિક્લેયર કરવામાં હેરાફેરી કરી છે, પાકિસ્તાનમાં લગભગ દરેક નેતા અને અધિકારી દરેક ભેટ પોતાની પાસે રાખે છે. જ્યારે ભારતમાં રાજકારણીઓ તેમને મળેલ ભેટ પોતાની પાસે ન રાખી સરકારમાં જમા કરાવી દે છે.

પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે 2006માં પરવેઝ મુશર્રફ, તેમના વડાપ્રધાન શૌકત અઝીઝ અને બલુચિસ્તાનના તત્કાલિન સીએમ જામ મોહમ્મદ યુસુફે ટોયોટા કારને ભેટ તરીકે જાહેર તો કરી હતી, પરંતુ ન તો તેને તોશાખાનામાં જમા કરાવી અને ન તો તેના બદલામાં કોઈ કિંમત ચૂકવી હતી.

ભારતમાં, વિદેશ મંત્રાલય દર વર્ષે દર ત્રિમાસિક ગાળામાં તોશાખાનામાં જમા કરવામાં આવતી ભેટોની સંપૂર્ણ યાદી બહાર પાડે છે. પાકિસ્તાને હવે 2002 બાદ પ્રથમ વખત ભેટની યાદી જાહેર કરી છે.

પાકિસ્તાની મંત્રીઓ અને અધિકારીઓને કરોડોની કિંમતની કાર અને ઘડિયાળો ભેટમાં મેળવવી સામાન્ય બાબત છે, જ્યારે 2014થી ભારતીય નેતાઓ અને અધિકારીઓને મળેલી કુલ ભેટોમાંથી માત્ર 172 ભેટો ની કિંમત 50,000 રૂપિયાથી વધુ છે.

પાકિસ્તાનમાં રૂ 30 હજાર સુધીની ગિફ્ટ રાખી શકો છો, જો તે મોંઘી હોય તો તમારે કિંમત ચૂકવવી પડે.
પાકિસ્તાની કાયદા અનુસાર વિદેશમાં મળેલી દરેક ભેટ તોશાખાનામાં જાહેર કરવી પડે છે. ભલે તે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિત કોઈપણ નેતા કે કોઈપણ સરકારી કે લશ્કરી અધિકારીને મળી હોય. નેતાઓ અને અધિકારીઓ 30 હજાર પાકિસ્તાની રૂપિયા (8789 ભારતીય રૂપિયા) સુધીની કોઈપણ ભેટ રાખી શકે છે. આ માટે તેમને કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. જો ભેટ આના કરતાં મોંઘી હોય તો તેની કિંમતનો અમુક હિસ્સો તોશાખાનામાં જમા કરીને રાખી શકાય છે.

2017 સુધી નિયમ એવો હતો કે ગિફ્ટની કિંમતમાંથી 30 હજાર બાદ કર્યા બાદ બાકીની રકમમાંથી 30 ટકા રકમ જમા કરાવવાની હતી. 2018 થી તે વધારીને 50% કરવામાં આવી હતી.

તો ભારતમાં રૂ 5000 સુધીની ગિફ્ટ રાખી શકો છો, જો તે મોંઘી બને તો બાકીની કિંમત જમા કરવી પડે. ભારતમાં પણ રાજકારણીઓ અને અધિકારીઓએ વિદેશમાં મળેલી તમામ ભેટ જાહેર કરીને તોશાખાનામાં જમા કરાવવી પડે છે.
પાકિસ્તાનમાં ગિફ્ટ ન રાખનારા લગભગ કોઇ નથી રૂ 40 લાખ આપીને 2.73 કરોડની કાર રાખી લીધી
પાકિસ્તાનમાં દરેક નેતા અને અધિકારી ભેટમાં મળેલી વસ્તુઓ પોતાના માટે રાખે છે. 30 હજાર સુધીની કિંમતની ભેટો પૈકી એક પણ એવી ભેટ નથી જે તોશાખાનામાં જમા કરવામાં આવી હોય. આનાથી વધુ કિંમતની ભેટો માટે પણ માત્ર 50% કિંમત ચૂકવવી પડે છે. 2018 પહેલાં તે માત્ર 30 ટકા હતો.

2009માં 26 જાન્યુઆરીએ તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને ત્રણ વાહનો ભેટમાં મળ્યા હતા.
એક BMW 760 એક ટોયોટા લેક્સસ 470 અને BMW 760 ની કાર હતી. તેની જાહેર કરાયેલી કિંમત 13.52 કરોડ પાકિસ્તાની રૂપિયા હતી. રેકોર્ડ મુજબ ઝરદારીએ માત્ર 2 કરોડ પાકિસ્તાની રૂપિયા આપીને આ વાહનો રાખ્યા હતા. આમાંના એક વાહનની કિંમત 2.7 કરોડ હતી, જેના માટે માત્ર 40 લાખ ચૂકવાયા હતા. આ મામલે વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફનો રેકોર્ડ અન્ય નેતાઓ કરતા સારો રહ્યો છે.

શાહબાઝ શરીફ 1997 થી 2018 વચ્ચે 3 વખત પાકિસ્તાની પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહ્યા હતા. આ દરમિયાન તેમને મળેલી મોટાભાગની ભેટ તોશાખાનામાં જમા કરાવી હતી અને આ ભેટોની હરાજી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને 23 ડિસેમ્બર 2014ના રોજ ભેટમાં આપેલી તલવાર જ પોતાની પાસે રાખી હતી. આ તલવારની કિંમત 25 હજાર પાકિસ્તાની રૂપિયા હતી અને તેના માટે તેણે 3 હજાર પાકિસ્તાની રૂપિયા જમા કરાવ્યા હતા માત્ર થોડી વસ્તુઓ જ તેણે 50% કિંમત ચૂકવીને પોતાની પાસે રાખી છે. આમાં કેટલીક સુશોભન વસ્તુઓ સિવાય સુગંધિત અગરનું લાકડું અને અગર પરફ્યુમ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

22 એપ્રિલ, 2006ના રોજ તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને ટોયોટા લેક્સસ 470 કાર ભેટમાં મળી હતી…ન તો તેને તોશાખાનામાં જમા કરાવી ન તો કિંમત ચૂકવી.

તત્કાલિન પાકિસ્તાની પીએમ શૌકત અઝીઝ, ઉજામ મોહમ્મદ યુસુફ વગેરેને મળેલ ભેટ તોશાખાનામાં જમા કરાવી ન હતી. જ્યારે ભારતમા મોંઘીદાટ ભેટો મળતી નથી…મળે તો પણ રાજકારણીઓ અને અધિકારીઓ પોતે ભેટ રાખતા નથી.

2014થી અત્યાર સુધીના વિદેશ મંત્રાલયનો રેકોર્ડ દર્શાવે છે કે ભારતીય નેતાઓ અને અધિકારીઓનું વર્તન પાકિસ્તાનથી બિલકુલ વિપરીત છે.

ભારતમાં નેતાઓ કે અધિકારીઓ ભાગ્યે જ કોઈ ભેટ પોતાની સાથે રાખે છે. 5000 સુધીની ગિફ્ટ કિંમત ચૂકવ્યા વિના રાખી શકાય છે, પરંતુ અધિકારીઓ કે નેતાઓ તેને તોશાખાનામાં જમા કરાવે છે. 2014 થી અત્યાર સુધીમાં માત્ર 172 ભેટ છે જેની કિંમત 50,000 રૂપિયા અથવા તેનાથી વધુ છે. 2016 માં, તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ભેટ તરીકે એક પેઇન્ટિંગ મળ્યું હતું, જેની કિંમત 50 હજાર હતી. 5 હજારના ડિસ્કાઉન્ટ બાદ 45 હજાર ઉપરાષ્ટ્રપતિએ તોશાખાનામાં જમા કરાવીને પેઇન્ટિંગ રાખ્યું હતું. 2018 માં, તત્કાલિન વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબરને ભેટ તરીકે 50,000 રૂપિયાની કાર્પેટ મળી હતી, 45 હજાર જમા કરાવીને પોતાની પાસે રાખી હતી.

26 માર્ચ, 2018 ના રોજ 35 થી વધુ વિવિધ ભારતીય અધિકારીઓને ભેટ તરીકે મોંઘી ઘડિયાળો મળી. આ ઘડિયાળોની કિંમત 1.75 લાખ રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધીની છે. પરંતુ કોઈ અધિકારીએ તેની સાથે વોચ રાખી ન હતી, બધા એ તે તોશાખાનામાં જમા કરાવી હતી. તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રૂ 6.70 કરોડની ગિફ્ટ તોશાખાનામા જમા કરાવી હતી તો પાકિસ્તાનના ઇમરાનખાન ઘડીયાળ અંગે વિવાદમા ફસાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!