Wednesday, June 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઆ છે ભારત..પાકિસ્તાનના નેતાઓ વચ્ચેનો અને લોકશાહી લોફર શાહી વચ્ચેનો ફરક.....

આ છે ભારત..પાકિસ્તાનના નેતાઓ વચ્ચેનો અને લોકશાહી લોફર શાહી વચ્ચેનો ફરક…..

Published by : Rana Kajal

ભારતના નેતાઓ તેમને મળેલ ભેટ સોગાદોને સરકારી ખજાનામા જમા કરાવતા હોય છે જ્યારે પાકિસ્તાનના નેતાઓ તેમને મળેલ ભેટ પોતાની જાગીર હોય તેમ સમજીને રાખી લેતા હોય છે આજ ફરક છે ભારત અને પાકિસ્તાન વચ્ચે અને લોકશાહી અને લોફર શાહી વચ્ચે ….

પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મળેલી ભેટને કારણે આ હંગામો મચ્યો છેદરેક દેશના નેતાઓને ભેટ સોગાદ મળતી હોય એ તેમાંથી કેટલીક ભેટ નેતાઓ પોતાની પાસે રાખી શકે છે તો કેટલીક દેશની તીજોરીમાં જમા કરાવવાની હોય છે અલબત્ત  તેના નિયમો પણ દરેક દેશમાં અલગ-અલગ હોય છે.ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે વડાપ્રધાન તરીકે મળેલી ભેટોને ડિક્લેયર કરવામાં હેરાફેરી કરી છે. પાકિસ્તાનમાં લગભગ દરેક નેતા અને અધિકારી દરેક ભેટ પોતાની પાસે રાખે છે.જ્યારે, ભારતમાં રાજકારણીઓ તેમને મળેલ ભેટ પોતાની પાસે ન રાખી સરકારમાં જમા કરાવી દે છે

 પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે 2006માં પરવેઝ મુશર્રફ, તેમના વડાપ્રધાન શૌકત અઝીઝ અને બલુચિસ્તાનના તત્કાલિન સીએમ જામ મોહમ્મદ યુસુફે ટોયોટા કારને ભેટ તરીકે જાહેર તો કરી હતી, પરંતુ ન તો તેને તોશાખાનામાં જમા કરાવી અને ન તો તેના બદલામાં કોઈ કિંમત ચૂકવી હતી.ભારતમાં, વિદેશ મંત્રાલય દર વર્ષે દર ત્રિમાસિક ગાળામાં તોશાખાનામાં જમા કરવામાં આવતી ભેટોની સંપૂર્ણ યાદી બહાર પાડે છે. પાકિસ્તાને હવે 2002 બાદ પ્રથમ વખત ભેટની યાદી જાહેર કરી છે.

પાકિસ્તાની મંત્રીઓ અને અધિકારીઓને કરોડોની કિંમતની કાર અને ઘડિયાળો ભેટમાં મેળવવી સામાન્ય બાબત છે, જ્યારે 2014થી ભારતીય નેતાઓ અને અધિકારીઓને મળેલી કુલ ભેટોમાંથી માત્ર 172 ભેટો ની કિંમત 50,000 રૂપિયાથી વધુ છે.પાકિસ્તાનમાં રૂ 30 હજાર સુધીની ગિફ્ટ રાખી શકો છો… જો તે મોંઘી થશે તો તમારે  કિંમત ચૂકવવી પડશેપાકિસ્તાની કાયદા અનુસાર વિદેશમાં મળેલી દરેક ભેટ તોશાખાનામાં જાહેર કરવી પડે છે. ભલે તે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિત કોઈપણ નેતા કે કોઈપણ સરકારી કે લશ્કરી અધિકારીને મળી હોય.નેતાઓ અને અધિકારીઓ 30 હજાર પાકિસ્તાની રૂપિયા (8789 ભારતીય રૂપિયા) સુધીની કોઈપણ ભેટ રાખી શકે છે. આ માટે તેમને કોઈ કિંમત ચૂકવવી પડતી નથી.

જો ભેટ આના કરતાં મોંઘી હોય તો તેની કિંમતનો અમુક હિસ્સો તોશાખાનામાં જમા કરીને રાખી શકાય છે.2017 સુધી નિયમ એવો હતો કે ગિફ્ટની કિંમતમાંથી 30 હજાર બાદ કર્યા બાદ બાકીની રકમમાંથી 30 ટકા રકમ જમા કરાવવાની હતી.2018 થી તે વધારીને 50% કરવામાં આવી હતી.તો ભારતમાં રૂ 5000 સુધીની ગિફ્ટ રાખી શકો છો… જો તે મોંઘી બને તો બાકીની કિંમત જમા કરવી પડે..ભારતમાં પણ રાજકારણીઓ અને અધિકારીઓએ વિદેશમાં મળેલી તમામ ભેટ જાહેર કરીને તોશાખાનામાં જમા કરાવવી પડે છે.પાકિસ્તાનમાં ગિફ્ટ ન રાખનારા લગભગ કોઇ નથી રૂ 40 લાખ આપીને 2.73 કરોડની કાર રાખી લીધી

પાકિસ્તાનમાં દરેક નેતા અને અધિકારી ભેટમાં મળેલી વસ્તુઓ પોતાના માટે રાખે છે. 30 હજાર સુધીની કિંમતની ભેટો પૈકી એક પણ એવી ભેટ નથી જે તોશાખાનામાં જમા કરવામાં આવી હોય.આનાથી વધુ કિંમતની ભેટો માટે પણ માત્ર 50% કિંમત ચૂકવવી પડે છે. 2018 પહેલાં તે માત્ર 30 ટકા હતો. 2009માં 26 જાન્યુઆરીએ તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને ત્રણ વાહનો ભેટમાં મળ્યા હતા.

એક BMW 760 એક ટોયોટા લેક્સસ 470 અને BMW 760 ની કાર હતી. તેની જાહેર કરાયેલી કિંમત 13.52 કરોડ પાકિસ્તાની રૂપિયા હતી.રેકોર્ડ મુજબ ઝરદારીએ માત્ર 2 કરોડ પાકિસ્તાની રૂપિયા આપીને આ વાહનો રાખ્યા હતા. આમાંના એક વાહનની કિંમત 2.7 કરોડ હતી, જેના માટે માત્ર 40 લાખ ચૂકવાયા હતા.આ મામલે વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફનો રેકોર્ડ અન્ય નેતાઓ કરતા સારો રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!