Published by : Anu Shukla
હરેકલા હજબ્બા ઉઘાડા પગ, ધોતી-કુર્તો પહેરીને પદ્મશ્રી એવોર્ડ લેવા તત્કાલીન રાષ્ટ્રપતિ તરફ ગયો હતો. આ સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી, સૌ-કોઈ તાળીઓ પાડી રહ્યા હતા. હરેક્લા હજબ્બા પોતાના જીવન વીશે જણાવી રહ્યા હતા. સતત સંઘર્ષ ભર્યું જીવન પરંતુ અડગ મનોબળના પગલે તેમને આટલો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો.
હરેકલા હજબ્બાનું જીવન તેમનાજ શબ્દોમાં જોતા
હરેકલા હજબ્બા મેંગલુરુથી લગભગ 20 કિમી દૂર હરેકલા ગામમાં રહે. માતા-પિતા મજૂરી કામ કરતા હતા. આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. બે ટાઈમનો રોટલો મેળવવો ખૂબ જ મુશ્કેલ હતો. જેના કારણે તે શાળાએ જઈ શક્યો ન હતો. નાનપણથી જ મેં નાનાં-મોટાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું જેથી તે થોડા પૈસા કમાઈ શકે. બીડીઓ પણ બનાવી પણ આવક ઓછી લાગતા તે કામ છોડી દીધું. તેને તુલું સીવાય કોઇ ભાષા પણ આવડતી ન હતી. તેવામાં તેને ખબર પડી કે મેંગલુરુના જૂના બસ સ્ટેન્ડ પર બ્રિટિશ પ્રવાસીઓ સંતરા ખરીદે છે. તેથી તે સંતરા વેચવા માંડ્યો. તેવામાં વર્ષ 1994મા એક અંગ્રેજ કપલ હરેકલાને મળ્યું તેમણે તેની સાથે વાત કરી પણ હરેકલાને સમજ ન પડી. બસ ત્યારથીજ નકકી કર્યુ કે ભણવું અને ભણાવવું.
પરંતુ ગામમાં કોઈ શાળા નહોતી. મોટાભાગનાં બાળકો શાળાકીય શિક્ષણ મેળવી શક્યાં નથી. હરકલા એ નક્કી કર્યું કે હું ભલે ભણી ન શક્યો, પણ ગામનાં બાળકો હવે અભણ નહીં રહે,. કોઈએ જણાવ્યું ધારાસભ્યને મળો. તે ધારાસભ્યને મળવા પહોંચી ગયો. ગામમા શાળા બનાવવાની વાત કરી પરંતુ ધારાસભ્ય હસવા લાગ્યા. થોડા સમય બાદ ધારાસભ્યએ કહ્યું કે જે પણ માંગણી છે તે લેખિત આવેદન આપી દો. તેથી તે સરકારી કચેરીની બહાર અરજી લઈને ઊભો રહેતો હતો . બધા લોકો તેની પર હસતા હતા. ગાંડો કહેતા હતા પરંતુ હરક્લાને કોઇ પડેલી ન હતી. તેનો માત્ર ઍક જ ધ્યેય હતો કે ગામમાં શાળા બની જાય. આખરે સફળતા મળી. જૂન 2000માં , ગામમાં શાળા માટે જમીન ફાળવવામાં આવી હતી. એક શિક્ષક પણ આપવામાં આવ્યા હતા. જોકે તે બધું કાગળ પર હતું. લડાઈ હજી બાકી હતી. લાંબા સમય સુધી કામ આમ જ રહ્યું. તે નજીકની મદરેસાના લોકો પાસે ગયો. તેમણે કહ્યું કે સરકાર તરફથી એક શિક્ષક મળ્યા છે, તમે લોકો તમારી જમીન થોડા દિવસો માટે આપી દો. તેઓ સંમત થયા. એ પછી હું ડીસીની પાસે ગયો. તેમને કહ્યું કે મદરેસાના લોકો તેને જગ્યા આપવા તૈયાર છે. તમે શિક્ષક ઉપલબ્ધ કરાવી આપો. જ્યાં સુધી અમારી શાળા નહીં બને ત્યાં સુધી ગામનાં બાળકો મદરેસામાં ભણશે. ડીસી મદરેસામાં શાળા ચલાવવા માટે સંમત થયા. ત્યાં 28 બાળકો સાથે અભ્યાસ શરૂ થયો. ત્યારબાદ વર્ષ 2001માં શાળા માટે 1.33 એકર જમીન મળી હતી. હવે હું તેની ઈમારત બાંધવામાં દિવસ-રાત વ્યસ્ત થઈ ગયો.
પોતાના ગામની સાથે બીજાં ગામોમાં જઈને પૈસા ભેગા કરવા લાગ્યા. અનેક લોકોએ સહયોગ આપ્યો હતો. હું જે કમાતો તે શાળાના નિર્માણમાં ખર્ચી નાખતો. ધીમે ધીમે શાળાનું નિર્માણ થવા લાગ્યું અને આજે શાળા તૈયાર થઈ ગઈ છે હવે તો અખબારોમાં લેખ આવવા માંડ્યા અને છેલ્લે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.આ જીવનમાં એસા ભી હોતા હે….