-પાલેજના ૧૦૮ સ્ટાફે રૂા. ૫૫ હજાર જેવી માતબર રકમ ઇજાગ્રસ્તને પરત કરી
ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. ૧૦૮ ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે ખ્યાત છે અને ૧૦૮ એ તેની સેવાથી પ્રજાના હ્યદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલીતાણાના ૧૦૮ સ્ટાફે રૂા. ૫૫ હજાર જેવી માતબર રકમ ઇજાગ્રસ્તને સાભાર પરત ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ રીતે ૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે. જીવનમાં જે મૂ્લ્યોની આજે સમાજને જરૂર છે તેવાં મૂલ્યો આવી સેવા દ્વારા ૧૦૮ ની ટીમ પૂરાં પાડી રહી છે.
આવી જ ઇમાનદારી બતાવીને પાલેજ ૧૦૮ ની ટીમે કુદરતના દેવદૂત બનીને રૂા. ૫૫ હજાર ની રકમ હેમખેમ તેમના પરિવારને સુપ્રત કરી છે.
અકસ્માતની ઘટનાની જાણ પાલેજ ૧૦૮ ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં પાલેજ ૧૦૮ ના ઇ.એમ.ટી ઉપેન્દ્ર બારેય અને પાયલોટ ઈમ્તિયાઝ ભાઈને યુવાન બેભાન થયેલો જણાયો હતો.
વધુ તપાસ કરતાં ની એમની પાસેથી ૫૫ હજાર જેવી મોટી રકમ તમને મોબાઈલ ફોન મળી આવ્યું હતું.આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ ગ્રીન હેલ્થ ઇ.એમ.આર.આઈ.ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ.
તેઓ બેભાન યુવાન રોહિત ભાઈ વસાવા ને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યારબાદ યુવાનને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ ૫૫ હજાર ની રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.