મહિલાઓએ વાળ કાપીને હિજાબનો ઉગ્ર વિરોધ કર્યોં હતો….
ઈરાન : સમગ્ર વિશ્વમાં ઘણા દેશોમાં હિજાબનો વીરોધ થઈ રહયો છે ત્યારે ઈરાનમાં મહિલાઓ વાળ કાપીને હિજાબનો વિરોધ કરી રહી છે. આવો જ વિરોધ કરતી ઍક 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. આ યુવતીનું મોત પોલિસ કસ્ટડીમાં થયું હતું. જેના પગલે હાલમાં હજારો મહિલાઓ ઈરાનમાં રસ્તા પર ઉતરી પોતાનો હિજાબ ઉતારી ઊગ્ર વિરોધ કરી રહી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-12.06.10-PM.jpeg)
ઈરાનમાં હિજાબને સળગાવી દીધા હોય તેવા પણ બનાવો વધી રહ્યા છે. આ ધટનાઓના વિડિયો પણ વાયરલ કરવામાં આવતા હિજાબ પ્રકરણ અંગે ઈરાન અને વિશ્વમાં ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તેની સામે ઈરાનના પ્રશાસને હિજાબ પહેરવો ફરજિયાત કરી દીધો છે. તેમજ જે નિયમોનું પાલન ન કરે તેમને સરકારી ઓફિસ અને બેંકોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અગાઉ ઈરાનમાં મહિલાઓ જાહેરાતમાં ન આવી શકે તે અંગેનો પણ હુકમ કરેલ છે જેના વિરોધમાં પણ દેખાવો થયા હતા.