Published by : Rana Kajal
ભારતમાં 29 જૂન ના ગુરૂવારના રોજ બકરી ઇદ ઉજવવામાં આવશે આ ઇદના પર્વ અંગે ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે…
મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અઝહાના દિવસે સમાપ્ત થાય છે. આ દિવસે નમાઝ બાદ જાનવરની બલિ આપવામાં આવે છે ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં બકરી ઇદ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં 29 જૂન, ગુરૂવાર ના રોજ બકરી ઇદ ઈદ-ઉલ-અજહાની ઉજવણી કરવામા આવશે આ ઇદનો અર્થ બલિદાનની ઈદ થાય છે. આ દિવસે, મુસલમાન લોકો તેમની પ્રિય વસ્તુઓનો ભોગ આપીને ખુદા દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે છે.ઇસ્લામિક કેલેન્ડર મુજબ, મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો આ મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અજહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહા જુલ-હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવે છે.બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહાનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી મહત્વની બાબતો. જોતા ઇસ્લામિક માન્યતા અનુસાર, હજરત ઇબ્રાહિમે સ્વપ્નમાં જોયું કે તેઓ તેમના સૌથી પ્રિય પુત્રનું બલિદાન આપી રહ્યા છે. આ સ્વપ્નને અલ્લાહના સંદેશ તરીકે લઈને તેણે પોતાના 10 વર્ષના પુત્રનું બલિદાન આપવાનું નક્કી કર્યું.
આ દરમિયાન અલ્લાહે તેને પુત્રને બદલે પ્રાણીની કુરબાની કરવાનો સંદેશ આપ્યો. પછી પુત્રને બદલે, તેણે ખુદાના માર્ગ પર સૌથી પ્રિય બકરીનું બલિદાન આપ્યું. ત્યારથી ઈદ-ઉલ-અજહા પર કુરબાની આપવાની પરંપરા શરૂ થઈ.
ઈદ-ઉલ-અજહા પર વિશ્વભરના મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અદા કરે છે અને ખુદાની ઇબાદત કરે છે. તે પછી જાનવરની બલિ આપે છે.ઈદ-ઉલ-અજહાના દિવસે લોકો ઘેટાં, બકરા અને ઊંટની કુરબાની આપે છે. તેના માંસના 3 ભાગ કરે છે. પહેલો ભાગ જરૂરિયાતમંદ લોકોમાં, બીજો ભાગ પરિવારમાં અને ત્રીજો ભાગ સંબંધીઓ અને મિત્રોમાં વહેંચવામાં આવે છે.
બકરી ઇદમાં તે જાનવરની કુર્બાની આપવામાં આવે છે, જે સૌથી પ્રિય હોય છે અને તે સ્વસ્થ હોય છે. તે પ્રાણીને એક વર્ષ અગાઉથી ખરીદવામાં આવે છે અને તેને પરિવારના સભ્ય તરીકે ઉછેરવામાં આવે છે.ચંદ્રના દર્શનના આધારે ભારત, જાપાન, સાઉદી અરેબિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, મોરોક્કો, કેનેડા, સિંગાપોર, બ્રુનેઇ, મોરોક્કોમાં બકરી ઇદ 29 જૂને ઉજવવામાં આવે તેવી શક્યતા છે..