Published by : Rana Kajal
આમ આદમી પાર્ટીના કાર્યકારી રાઘવ ચઢ્ઢાને સરકાર અને રાજકારણની કેટેગરી માટે આઉટસ્ટેન્ડિંગ એચીવર તરીકે પસંદ કરાયા હતા. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા લંડનમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા યુકે એચીવર્સ ઓનર્સમાં આઉટસ્ટેન્ડિંગ એચીવર સન્માન માટે પસંદગી પામ્યા હતા. આ સન્માન એવી વ્યક્તિને અપાય છે જે લોકશાહી અને ન્યાયનો અનુભવ કેવી રીતે કરાય છે અને લોકો તથા ગ્રહની ભલાઈ માટે એક સાથે પડકારજનર સામાજિક સમસ્યાઓનો સામનો કેવી રીતે કરાય છે તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. આ સન્માન પ્રાપ્ત કરવા બદલ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ પુરસ્કાર કોઈ વ્યક્તિની સિદ્ધીઓની માન્યતા નથી પણ મારા નેતા કેજરીવાલ દ્વારા શરૂ કરાયેલી રાજનીતિ માટે એક નવી બ્રાન્ડની માન્યતા છે. ભારતની સૌથી ઝડપથી વધતી રાજકીય સ્ટાર્ટઅપ, આમ આદમી પાર્ટી ખરેખર લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.