Published By : Patel Shital
- વેબ સિરીઝ “ધી પરફેક્ટ કપલ” માં જોવા મળશે…
બોલિવુડનો ચમકતો સિતારો અભિનેતા ઈશાન ખટ્ટરની હોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે. અભિનેતા ઈશાન ખટ્ટર હોલીવુડની વેબ સિરીઝ “ધી પરફેક્ટ કપલ”માં જોવા મળશે. તે હોલીવુડના ખ્યાતનામ નિકોલ કિડમેન અને લીવ સ્ક્રેઇબ્રર સાથે અભિનય કરતો જણાશે. ઈશાન સાથે સંકળાયેલા લોકોના જણાવ્યાં મુજબ હોલિવુડની આ વેબ સિરીઝમાં ઈશાન માત્ર શો પીસ તરીકે નહીં પરંતું દમદાર ભુમિકામાં જોવા મળશે. ઈશાનને બોલીવુડ ઉપરાંત હોલિવુડના ઘણા પ્રોજેક્ટ ઓફર થઈ રહ્યા છે. પરંતુ ઈશાન દમદાર ભુમિકા હશે તો જ પ્રોજેક્ટ હાથ પર લેશે એમ જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ વેબ સિરીઝ “ધ પરફેક્ટ કપલ” એ આજ નામની એલીન હિલ્ટરબ્રાન્ડની નવલકથા પર આધારિત છે. તેનાં 6 એપિસોડ હશે તેવું પણ જાણવા મળેલ છે અત્રે નોંધવું રહ્યું કે ઈશાને કરણ જોહરની ફિલ્મ “ધડક”થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.